મતદાન કરવા કર્મચારી સવેતન રજાના હકદાર છે

0
28
સુરત, તા.૧૯
લોકસભા મતવિભાગની ચૂંટણી-૨૦૧૯, તા.૨૩-૪-૨૦૧૯ના મંગળવારે હોય, સુરત મહાનગરપાલિકાના હદ વિસ્તારમાં આવેલ જે સંસ્થાઓને મુંબઈ દુકાનો અને સંસ્થાના અધિનિયમ ૧૯૪૮ અન્વયે અઠવાડિક બંધમાંથી મુક્તિ આપવામાં આવી હોય તેવી દુકાનો અને વાણિજ્ય સંસ્થાઓ, રેસ્ટોરન્ટ, હોટેલ, સિનેમાગૃહ વગેરેના માલિકો તેવી સંસ્થામાં કામ કરતા કર્મચારીઓને મતદાન કરવા જઈ શકે તે માટે વારાફરતી અનુકૂળતાએ રજા મળી રહે તેવો પ્રબંધ કરવાનો રહેશે, તેજ પ્રમાણે નોધાયેલ મતદારને મતવિભાગમાં વસવાટ કરતો હોય, પરંતુ જ્યાં સામાન્ય કે પેટા ચૂંટણી હોય તેવા મતવિભાગની બહારના વિસ્તારમાં આવેલ ઔદ્યોગિક  એકમ કે સંસ્થામાં નોકરી કરતો હોય, તેવા મતદારો લોકપ્રતિનિધિત્વ અધિનિયમ ૧૯૫૧ની કલમ ૧૩૫ (બી)૧, અન્વયે સવેતન રજાના હકદાર રહેશે, તેવા કર્મચારીઓ માટે જે તે દિવસોએ મતદાન કરી શકે તેવી રીતે રજા આપવા પ્રબંધ કરવા મહાનગરપાલિકાની એક અખબારી યાદીમાં જણાવેલ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY