વલસાડ,તા.૩૦
રાજ્યમાં અવાર નવાર આગના બનાવો બની રહ્યા છે. રાજ્યભરમાં કાળઝાળ ગરમીના કારણે પણ આગના બનાવોમાં નોંધપાત્ર વધારો જાવા મળી રહ્યો છે. હાલ વલસાડ જીઆઈડીસીમાં આવેલી પેકેજિંગ કંપનીમાં ભીષણ આગ લાગવાના અહેવાલ મળી રહ્યા છે. ઘટનાને પગલે ૫થી વધુ ફાયરની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઇ છે.
આગની ઘટના એટલી વિકરાળ અને ભયાનક છે કે આકાશમાં દૂર દૂર સુધી કાળા દિબાંગ ધુમાડો જોવા મળી રહ્યો છે. લગભગ ૩ કિમી દૂર સુધી ધુમાડા દેખાઇ રહ્યો છે. આગની ઘટનાને પગલે જિલ્લાના તમામ ફાયર ફાયટર ઘટનાસ્થળે પહોંચી આગ બુજાવવાની કામગીરી હાથ ધરાઇ રહી છે.
સમાચાર લખાઈ રહ્યા છે ત્યારે વલસાડ જીઆઈડીસીમાં આવેલી પેકેજિંગ કંપનીમાં બપોર બાદ ભીષણ આગ લાગવાના અહેવાલ મળી રહ્યા છે. આગ એટલી ભયાનક હતી કે જોત જોતામાં આગ વિકરાળ રૂપ ધારણ કરી લેતા જીઆઈડીસીની આસપાસની ૪ કંપનીઓમાં આગ પ્રસરી હતી, અને તે ચારેય જગ્યાઓ પર આગ લાગી હતી. ઘટનાને પગલે તાત્કાલિક ફાયરના જવાનોને કોલ કરવામાં આવ્યો હતો. ઘટનાની માહિતી મળતા જિલ્લાના તમામ ફાયર ફાયટર ઘટનાસ્થળે પહોંચી આગ બુજાવવાની કામગીરી હાથ ધરાઇ રહી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




