કેળના પાકમાં પનામા રોગ લાગુ પડતા ખેડૂતો ચિંતામાં મુકાયા

0
27

સુરત,તા.૩૦
સુરત જિલ્લો કેળના પાકમાં રાજ્યભર વિસ્તાર અને ઉત્પાદનમાં અગ્રતાનું સ્થાન ધરાવે છે. છેલ્લા થોડા વર્ષોથી કેળના પાકમાં પનામા નામનો રોગ કામરેજ તાલુકાના ખોલેશ્વર, ભૈરવ, કરજણ અને ઘલા વગેરે જેવા ૧૫થી ૨૦ ગામોમા જાવા મળ્યો છે જેમા રોગને કારણે કેળના આખા થડ ફાટી જાય છે. દર વર્ષે આ રોગનુ પ્રમાણ અને તેનાથી થતુ નુકશાન વધતુ જાય છે.
આ રોગની ખેડુતોમાં વ્યવસ્થિત ઓળખ અને નિયંત્રણ થાય તે માટે તાજેતરમાં નેશનલ રીસર્ચ સેન્ટર(કેળ), ત્રીચીથી કેળના મુખ્ય વૈજ્ઞાનિક ડો.થંગાવેલુએ સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ખોલેશ્વર અને કરજણ ગામોના અસરગ્રસ્ત કેળના ખેતરોની મુલાકાત લઈ રોગીષ્ઠ છોડના નમુના એકઠા કર્યા હતા.
સાથે ખેડુતોને પનામા રોગના નિયંત્રણ માટે જરૂરી માર્ગદર્શન આપ્યુ હતુ. વધુમાં ડો.થંગાવેલુએ જણાવ્યું કે, આ રોગ વિશે ખેડુતોમાં વધુ જાગૃતતા આવે તે માટે નજીકના ભવિષ્યમાં એક મોટા સેમિનારનું આયોજન થાય તો વધુમા વધુ ખેડુતો આ રોગ વિષે જાણકારી મેળવી રોગ ન આવે તે માટે કાળજી લેવા અંગેની માહિતી આપી હતી. આ રોગનાં કારણે કેળ પકવતા ખેડૂતોને નુકશાન થઇ રહ્યું છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY