કડોદરા કે.કે.પી. યુથ ક્લબ દ્વારા ૯૩ યુનિટ રક્તનું સ્વૈચ્છીક દાન કરાયું

0
6

પાટીદાર ભવનમાં અંગદાન કરવા સંકલ્પ કરાયો
સુરત, તા.૨૦
પલસાણા તાલુકાના કડોદરા સ્થિત પાટીદાર ભવનમાં કે.કે. પી. યુથ ક્લબ કડોદરા દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો હતો. જેમાં ૯૩ યુનિટ રક્તદાન એકત્ર થયું હતું. આ પ્રસંગે કેમ્પમાં કે.કે.પી. યુથ ક્લબ કડોદરાના ગૌરાંગભાઈ પટેલ, કમલેશભાઈ પટેલ, ભાનજીભાઈ પટેલ સહિત આગેવાનોએ જણાવ્યું હતું કે, દર વૈશાખી પુનમના દિવસે રક્તદાન અને અંગદાન તથા આરોગ્ય કેમ્પ રાખવામાં આવે છે. આ વખતે કચછ યુવા સંઘ દ્વારા સાપ્તાહિક રક્તાંજલી પ્રોગ્રામનું આયોજન છે. જેમાં ભારત ભરમાં આ સપ્તાહમાં ૫૦૦ જેટલા કેમ્પમાં રક્તદાન કરવામાં આવશે અને સાથે અંગદાન માટે પણ સંકલ્પ લેવામાં આવશે. સુરત જિલ્લામાં બારડોલી, પલસાણા અને કડોદરામાં તેમજ વ્યારામાં, વલસાડ, ગણદેવીમાં આવા કેમ્પ કરવામાં આવ્યા છે. રક્તદાન એજ તો કોઈની જીંદગીને બચાવવાનું સેવા ઉત્તમ કાર્ય છે. વધુમાં કુમારી બંસરીબેન ધનાની દ્વારા આજે ૧૯મેના દિવસે રક્તદાન આપીને તેમણે તેમના જન્મદિનની ઉજવણી કરી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY