દિવ્યાંગો સંચાલિત ઉડાન ફાઉન્ડેઓશન દ્વારા ચેરીટી કાર્યક્રમ યોજાયો.

0
146

દિવ્‍યાંગો સંચાલિત ઉડાન ફાઉન્‍ડેશન દ્વારા સનરાઇઝ ચેરીટેબલ ટ્રસ્‍ટના સહયોગથી દિવ્‍યાંગ બાળકો માટે ચેરીટી કાર્યક્રમ  રાજયના આદિજાતિ રાજયમંત્રી રમણલાલ પાટકરની ઉપસ્‍થિતિમાં વાપી વીઆઇએ ખાતે યોજાયો હતો.

આ અવસરે મંત્રી રમણલાલ પાટકરે જણાવ્‍યું હતું કે, સારૂ કામ કરનારા લોકોને મદદગાર મળીજ રહે છે. બીજાને મદદ કરી પરોપકારી બની  તેમના  દુઃખમાં ભાગીદાર બનવું જોઇએ જેના થકી પ્રેરણા મળશે. દિવ્‍યાંગ હોવા છતાં પોતાનામાં રહેલી શકિતને પ્રદર્શિત કરીને  આપણને પ્રેરણા આપે છે.મંત્રીશ્રીએ ઉડાન ફાઉન્‍ડેશનના ચેરેટી કાર્યક્રમ આયોજન બદલ સનરાઇઝ ચેરીટેબલ ટ્રસ્‍ટને બિરદાવી હતી.

પારડીના ધારાસભ્‍યશ્રી કનુભાઇ દેસાઇએ જણાવ્‍યું હતું કે, દેશના વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ દિવ્‍યાંગો માટે વિશેષ લાભ પ્રદાન કર્યા છે.

આ અવસરે કપિલ સ્‍વામીએ આર્શીવચન આપ્‍યા હતા. યજ્ઞેશ ઓઝાએ ભકિત ગીત રજૂ કર્યા હતા. સનરાઇઝ ચેરીટેબલ ટ્રસ્‍ટના ભરતભાઇ ટાંક,ઉર્વીબેન ટાંકે સૌનો આભાર માન્‍યો હતો.આ ચેરીટી કાર્યક્રમ વિવિધ સંસ્‍થાઓના સહયોગથી યોજવામાં આવ્‍યો હતો જેમાં મોટી સંખ્‍યામાં નગરજનો હાજર રહીને કાર્યક્રમને માણ્‍યો હતો.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY