સમૂહલગ્ન પરમાર્થની સેવાનું શ્રેષ્ઠ ઉદાહરણ : રાજ્યપાલ શ્રી ઓ.પી. કોહલી

0
12

દાનદક્ષિણામાં વ્યસનમુક્ત-અંધશ્રદ્ધામુક્ત સમાજ આપો : પૂ. મોરારી બાપુ
વલસાડ, તા.૨૮
રાજ્યપાલશ્રી ઓ.પી.કોહલીએ ૧૨પ૧ નવદંપત્તિઅો આદર્શ દંપત્તિ બની, સમાજ વ્યવસ્થા, વ્યવહારને સુદઢ બનાવવા ગૌરવ પ્રદાન કરશે, એવા શુભાશિષ પાઠવ્યા હતા. રાજયપાલશ્રી અને પુ. મોરારી બાપુના હસ્તે દિવ્યાંગ દંપત્તિઓને રૂ.૧૧ હજારનો ચેક અને ચંદનના છોડ અર્પણ કરાયા હતા. સમુહલગન્ના તમામ ૧૨પ૧ નવયુગલોને પ્રધાનમંત્રી વીમા સુરક્ષા યોજના હેઠળ રૂ.બે લાખનું વીમા કવચ પ્રાપ્ત થશે.
વલસાડ-ધરમપુર રોડ પર હરી લિવીંગ્સ્ટોન, જુજવા ખાતેના વિશાળ શમિયાણામાં આદિવાસી વિકાસ સેવા સંગઠન (ટ્રસ્ટ) અને મિયા સોશ્યલ ટ્રસ્ટના નેજા હેઠળ યોજાયેલા સમુહલગ્નમાં સાંસદ ડૉ. કે.સી.પટેલ, ધારાસભ્ય સર્વ ભરતભાઇ પટેલ, અરવિંદભાઇ પટેલ, પૂ.પી.પી.સ્વામી, ઉદ્યોગપતિ લવજી બાદશાહ, વનપંડિત અનોપસિંહ સહિત વિશાળ સંખ્યામાં સમાજના અગ્રણીઓ, મહાનુભાવોએ નવદંપતિઅોને સુખી લગ્નજીવનના આશીર્વાદ પાઠવ્યા હતા.
રાજયપાલશ્રીએ સમાજશ્રેષ્ઠીઓ, સમાજના અગ્રણીઅોની સેવાને બિરદાવી, આજના યુગમાં સામાજિક રીતરિસમના કારણે ખર્ચ ઉઠાવી શકતા નથી, જેઓના માટે સમુહલગ્ન પ્રેરણાદાયી બનશે એવો ભાવ વ્યકત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, સંસ્થાએ ગરીબવર્ગના પરિવારો માટે સામાજિક ઉત્તરદાયિત્વ અદા કરીને ઉત્તમ સામાજિક સેવાનું બીડું ઝડપ્યું છે, આ કદમ થકી અન્ય સમાજ જરૂર પ્રેરણા લેશે. ભારતીય સંસ્કૃતિમાં માનવસેવાની પરંપરા અવિરત રહી છે. માનવસેવા એજ ઇશ્વરીય સેવા છે, એ સ્વામી વિવેકાનંદનો બોધપાઠ હોવાનું રાજયપાલશ્રીએ જણાવ્યું હતું.
સાચી માનવસેવાની પરિભાષા સમજાવી રાજયપાલશ્રીએ સ્વાર્થવૃતિને ત્યાગી પરમાર્થના રાહ પર આગળ વધવા અનુરોધ કરી ઉમેર્યુ હતું કે, સંવેદનામાથી પરમાર્થનો માર્ગ મંગલમય કાર્યો તરફ જાય છે. સમુહલગ્ન દ્વારા પરમાર્થની સેવાનો અવસર શ્રેષ્ઠ ઉદાહરણ હોવાનું રાજયપાલશ્રીએ જણાવ્યું હતું.
ભારતીય સંસ્કૃતિમાં સંતોનું મહત્ત્વ વિશેષ રહ્નાં છે. સંતજન સમાજના કલ્યાણ માટે જીવન વિતાવતા હોવાનું જણાવી, રાજયપાલશ્રીએ પુ. મોરારી બાપુને વંદન કર્યા હતા.
પુ. મોરારી બાપુએ નવદંપત્તિઓને બીજા લોકો પ્રેરણા લે એવું સુખમય અને પ્રસન્ન જીવનના શુભાશિષ પાઠવ્યા હતા. તેમણે સભ્ય સમાજ, સંસ્થા, ધર્મસંસ્થાઓને આદિવાસી ભાઇ-બહેનોને પછાતપણામાંથી બહાર લાવવાનું ભગીરથ કાર્ય હાથ ધરવા આહ્વાન કર્યુ હતું. તેમણે જણાવ્યું હતું કે, મને દાનદક્ષિણામાં ધનની જરૂર નથી. દાનદક્ષિણામાં વ્યસનમુકત, અંધશ્રધ્ધામુકત સમાજ આપો. ભારતીય સંસ્કૃતિનું જતન સભ્ય સમાજના નિર્માણથી થશે. તેમણે સમુહલગ્નોત્સવની સંસ્થાની સેવાને બિરદાવી હતી. આદિવાસી વિકાસ સેવા સંગઠન (ટ્રસ્ટ) ના પ્રમુખ રમણભાઇ પટેલ, વલસાડ ઉમિયા શોશ્યલ ટ્રસ્ટના સૌજન્ય વડે સમુહલગ્નનું આયોજન કર્યુ હતું. આ ટ્રસ્ટના સ્વયંસેવકોએ માનવતાની સેવા બજાવી હતી. સમુહલગ્નમાં સમાજના દાતાઓએ દાનની સરવાણી વહેડાવી હતી. આદિવાસી સમાજના અગ્રણી શ્રી ચીમનભાઇએ સૌને આવકાર્યા હતા. સમુહલગ્નમાં ૬૭૭ ને હદય-કિડનીના ટ્રાન્સપ્લાન્ટ દ્વારા નવજીવન આપનાર ડૉ.નિલેશ માંડલેવાલા અને સમાજસેવાના શ્રેષ્ઠ કાર્ય માટે ઉમિયા સોશ્યલ ટ્રસ્ટના પ્રમુખ અશોકભાઇ પટેલનું રાજયપાલશ્રી અને પુ. મોરારી બાપુના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.
વલસાડ કલેકટર શ્રી સી.આર.ખરસાણે વહીવટીતંત્ર વતી હેલીપેડ ખાતે રાજયપાલશ્રીનું સ્વાગત કરી, આવકાર્યા હતા.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY