સુરત, તા.૨૮
રાજ્યમાં ઉત્તર અને મધ્ય ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા હિટવેવની આગાહી કરી છે. પાટનગર ગાંધીનગર અને અમદાવાદ ખાતે પારો ૪૪ ડીગ્રી સુધી પહોંચી ગયો છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં અસહ્ના ઉકળાટ અને બફારા વચ્ચે તાપમાનનો પારો સામાન્ય કરતા ઓછો નોંધાયો છે.
સુરત હવામાન વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ શહેરનું અધિકતમ તાપમાન ૩૫.૬ ડીગ્રી અને ન્યુનતમ તાપમાન ૨૮.૪ ડીગ્રી નોંધાયું છે.
નવસારીમાં અધિકતમ તાપમાન ૩૩ ડીગ્રી અને વલસાડમાં ૩૪ ડીગ્રી નોંધાયું છે. દક્ષિણ ગુજરાતમાં દક્ષિણ પિમ દિશાથી દરિયાઈ ભેજવાળો પવન ફુંકાવાની સાથે ગરમીથી રાહત મળી રહી છે. અસહ્ના ઉકળાટ વચ્ચે પણ ગરમીનો પારો સામાન્ય કરતા ૪ થી ૫ ડીગ્રી ઓછો હોવાથી ઉનાળાના આકરા તાપથી શહેરીજનોને હંગામી રાહત મળી રહી છે. આગામી દિવસોમાં ગરમીનો પારો વધવાની શક્યતા છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




