અમદાવાદ,તા.૨૯
હાર્દિક પટેલના ઉપવાસનો મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો છે.પાટીદારોને અનામતની માંગ સાથે હાર્દિકે શરુ કરેલા આમણાંત ઉપવાસનો આજે પાંચમો દિવસ છે ત્યારે પોલીસે તેના ઘરની બહાર મુકેલા પહેરા સામે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે. આ અરજી પર હાઈકોર્ટ વહેલી તકે સુનાવણી કરે તેવી પણ અપીલ કરવામાં આવી છે.
આ અરજીમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે પોલીસે હાર્દિકને નજરકેદ કરી લીધો છે.હાર્દિકના ઘરમાં જીવન જરુરિયાતની વસ્તુઓ પણ પોલીસ પહોંચવા દઈ રહી નથી.પોલીસે હાર્દિકના ઘરને જાણે કિલ્લામાં ફેરવી દીધુ છે. સીસીટીવીથી સતત વોચ રાખવામાં આવી રહી છે.પોલીસ કોઈને હાર્દિકના ઘરે જાવ દેતી નથી. એટલે સુધી કે હાર્દિકના સમર્થકોને જીવ જંતુઓ કરડ્યા ત્યારે પોલીસે તેમને સારવાર માટે જવા દેવાની જગ્યાએ ૧૦૮ એમ્બ્યુલન્સને બોલાવીને સારવાર કરાવડાવી હતી.
(જી.એન.એસ.)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




