દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા લોકદરબાર યોજાશે

0
224

દક્ષિણ ગુજરાત વીજ કંપની લી.ના ગ્રાહકોના વીજળીને લગતા પ્રશ્‍નોના નિકાલ અર્થે વલસાડ વર્તુળ કચેરીના તાબા હેઠળની વિભાગીય કચેરીઓ દ્વારા વલસાડ અને નવસારી જિલ્લાના વિવિધ સ્‍થળોએ લોક દરબારનું આયોજન કરાયું છે. જે અનુસાર તા.૬/૧૨/૧૮ના રોજ સવારે ૧૦-૩૦ કલાકે સમસ્‍ત ધોડિયા સમાજ હોલ, અટકપારડી, વલસાડ ખાતે બીલીમોરા, આંતલીયા, ચીખલી, રાનકુવા, ખેરગામ, ડુંગરી, રોણવેલ પેટા વિભાગીય કચેરીના વિસ્‍તારોના ગ્રાહકો માટેનો લોકદરબાર યોજાશે, જે અંગેના પ્રશ્‍નો સ્‍વીકારવાની છેલ્લી તારીખ ૧/૧૨/૨૦૧૮ છે. તા.૭/૧૨/૧૮ના રોજ સવારે ૧૦-૩૦ કલાકે ધોડીપાડા સાંસ્‍કૃતિક મંડળ હોલ, તા.ઉમરગામ ખાતે સરીગામ, ભિલાડ, ઉમરગામ, વાપી જીઆઇડીસી પેટા વિભાગીય કચેરીના કાર્ય વિસ્‍તારોના ગ્રાહકો માટેનો લોકદરબાર યોજાશે. જે અંગેના પ્રશ્‍નો સ્‍વીકારવાની છેલ્લી તારીખ ૩/૧૨/૨૦૧૮ છે.

તા.૧૦/૧૨/૧૮ના રોજ સવારે ૧૦-૩૦ કલાકે કપરાડા, નાનાપોંઢા, ધરમપુર, બોપી, પારડી, ઉદવાડા, વાપી-વેસ્‍ટ, ટાઉન, ગ્રામ્‍યની તમામ પેટા વિભાગીય કચેરીના કાર્ય વિસ્‍તારોના ગ્રાહકો માટેનો લોકદરબાર પુરુષ અધ્‍યાપન મંદિર, ને.હા.નં.૪૮, બલીઠા-વાપી ખાતે યોજાશે. જે અંગેના પ્રશ્‍નો સ્‍વીકારવાની છેલ્લી તારીખ ૫/૧૨/૨૦૧૮ છે.

તા.૧૩/૧૨/૧૮ના રોજ સવારે ૧૦-૩૦ કલાકે મોઢ ગાંધી યુવા સાંસ્‍કૃતિક ભવન, સ્‍વપ્‍નલોક સોસા., કાલીયાવાડી, નવસારી ખાતે સીસોદ્રા, મરોલી, ગણદેવી, એરુ, અમલસાડ પેટા વિભાગીય કચેરીના કાર્ય વિસ્‍તારો માટે જ્‍યારે તેજ દિવસે બપોરે ૩-૦૦ થી પ-૦૦ દરમિયાન નવસારી ઇસ્‍ટ, વેસ્‍ટ, જલાલપોર, વિજલપોર, અને નવસારી ગ્રામ્‍ય પેટા વિભાગીય કચેરીઓના ગ્રાહકો માટે લોકદરબાર યોજાશે. જે અંગેના પ્રશ્‍નો સ્‍વીકારવાની છેલ્લી તારીખ ૭/૧૨/૨૦૧૮ છે.તા.૧૪/૧૨/૧૮ના રોજ સવારે ૧૦-૩૦ કલાકે નર્મદા સાંસ્‍કૃતિક ભવન, દશેરા ટેકરી, વિજયામાતાના મંદિરની બાજુમાં, બેચર રોડ, વલસાડ ખાતે  વલસાડ ઇસ્‍ટ અને વેસ્‍ટ, નનકવાડા, કોસ્‍ટલ અને વલસાડ ઔદ્યોગિક પેટા વિભાગીય કચેરીના કાર્ય વિસ્‍તારોના ગ્રાહકો માટેનો લોકદરબાર યોજાશે. જે અંગેના પ્રશ્‍નો સ્‍વીકારવાની છેલ્લી તારીખ ૧૦/૧૨/૨૦૧૮ છે.તા.૧૫/૧૨/૧૮ના રોજ સવારે ૧૦-૩૦ કલાકે વઘઇ કોમ્‍યુનીટિ હોલ, વઘઇ ખાતે આહવા, સાપુતારા, વઘઇ, વાંસદા, અનાવલ પેટા વિભાગીય કચેરીના કાર્ય વિસ્‍તારોના ગ્રાહકો માટેનો લોકદરબાર યોજાશે. જે અંગેના પ્રશ્‍નો સ્‍વીકારવાની છેલ્લી તારીખ ૧૦/૧૨/૨૦૧૮ હોવાનું અધિક્ષક ઇજનેર, ડી.જી.વી.સી.એલ. વલસાડ વર્તુળ કચેરી દ્વારા જણાવાયું છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY