વલસાડ,તા.૧૧
વલસાડ ખાતે ૧૦ વર્ષીય બાળકનું અપહરણ કરી બાળક સાથે બિભસ્ત હરકત કરી બિભસ્ત કૃત્ય કરાવનાર આરોપી રિક્ષાચાલકને કોર્ટ દ્વારા દોષિત જાહેર કરવામાં આવ્યો હતો. ગુનેગાર મુકુંદ અરવિંદ તિવારીને આઈપીસીની ૩૬૩ કલમ અંતર્ગત ત્રણ વર્ષની સાદી કેદ અને ૨૦૦ રૂપિયાનો દંડ અને દંડ ન ભરે તો વધુ એક માસની સજા તથા પોસ્કો એક્ટ મુજબ પાંચ વર્ષની કેદ અને ૫૦૦નો દંડ તથા દંડ ન ભરે એક માસ અને એટ્રોસિટી કેસમાં છ માસની વધુ કેદનો હુકમ કર્યો હતો.
ઘર નજીક રમતા બાળકને રિક્ષાવાળાએ ઉઠાવી જઈને રેલવેના નાળા પાસે બાળક પાસે બિભત્સ કૃત્ય કરાવ્યું હતું.જેથી પોલીસે ગુનો નોંધીને આરોપીને ઝડપી લીધો હતો. બાદમાં કેસ કોર્ટમાં ચાલી જતાં જજે સજા ફટકારી હોવાનું વકીલ અનિલ ત્રિપાઠીએ જણાવ્યું હતું.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



