ફક્ત કેશ આપા માટે ખર્ચો આપી ઉભા કરેલા માણસો ને મામૂલી રકમ સાથે પકડતા હોવાની બુમ,જયારે અડ્ડા ચલાવતા મુખ્ય વ્યક્તિઓ ને પોલીસ છાવરે છે…?!
રાજપીપળા: નર્મદા જિલ્લા માં વિદેશી ારૂ અને જુગાર ની બદી ને દૂર કરવા જિલ્લા પોલીસ વડા એ ભલે કડક અમલ કર્યો હોય પરંતુ જ્યાં સુધી પોતાના ખિસ્સા ભરવા ટેવાયેલા અમુક પોલીસ ખાતાનાંજ વ્યક્તિઓ ઈમાનદારી નહીં બતાવે ત્યાં સુધી જિલ્લા પોલીસ વડા કે નાયબ પોલીસ વડા સહિતના અમુક ઈમાનદાર અધિકારીઓ ની કડક સૂચા એમના પુરતીજ સીમિત રહેશે
રાજપીપળા ની આસપાસ નજીકના ગામોમાં હાલ ખુબ મોટા પાયે જુગાર ો વેપલો ચાલી રહ્યો છે અને એ પણ અગાઉ અમુક પોલીસ ખાતા દ્વારા પરમિશન આી રાજપીપળા શહેર માં જે તત્વો આ અડ્ડા ચાલવતા હતા એજ વ્યક્તિઓ એ હવે રાજપીપળા માં જુગાર બંધ થતા નજીક ના ગામો માં મોટાપાયે જુગાર ના અડ્ડા ચાલુ કર્યા હોવાની માહીતી સામે આવી છે ત્યારે આજ સફેદ કોલર માં કાળા કારનામા કરતા તત્વો પર હજુ અમુક પોલીસ ખાતા ના વ્યક્તિઓ ની મીઠી નજર હોય અમુક અમુજ દિવસે જુગાર ના કેશ કરી એમાં મામૂલી પૈસા બતાવી મુખ્ય સૂત્રધાર ની જગ્યા એ એમના વાઉચરો ને ખર્ચો આપી ધરી દેવાય છે અને આવા જુગારધામો દેખાડી જે તે પોલીસ સ્ટેશન ની કામગીરી બતાવાઈ રહી હોવાનું સુત્રો દ્વારા જાણવા મળે છે ત્યારે જિલ્લા પોલીસ વડા પણ આ બાબત થી જાણકાર છેજ માટેજ થોડા દિવસ પર એમણે એમનાજ ખાતા માં એક પત્ર લખી ટકોર પણ કરી હતી જેનો રેલો ચેક ગાંધીનગર સુધી ફેલાયો હતો પરંતુ જો આ રીતે કોઈ પોલીસ સ્ટેશન ની હદ માં આવી બાબત સામે આવશે તો ત્યાંના અધિકારીઓ સહીત ના સ્ટાફ સામે કડક પગલા પણ લેવાશે એ ચોક્કસ વાત છે માટે રાજપીપળા ના એક બે જુગારીયાઓ કે જે આ ધંધા સાથે વર્ષો થી સંક્ળાયેલા છે તે હવે પોલીસના સકન્જામાં મોટી રકમ ના જુગાર સાથે પકડાય એમ લાગી રહ્યું છે ત્યારે એમના માથે હવે લટકતી તલવાર રાહ જોઈ રહી છે એમ કહેવું ભૂલ ભરેલું નથી .
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



