ન્યુ દિલ્હી,તા.૧૧
પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં સતત ઘટાડાને પગલે દેશના તમામ મુખ્ય શહેરોમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં ઘટાડો જાવા મળ્યો હતો. મંગળવારે એટલે કે ૧૧મી ડિસેમ્બરે દિલ્હીમાં પેટ્રોલની કિંમત ૭૦.૨૦ રૂપિયા રહી તો ડીઝલની કિંમત ૬૪.૬૬ રૂપિયા રહી. જ્યારે દેશની આર્થિક રાજધાની મુંબઈમાં એક લીટર પેટ્રોલની કિંમતો ૭૫.૮૦ રૂપિયા પ્રતિ લીટર રહી તો ડીઝલની કિંમતો ૬૭.૬૬ પ્રતિ લીટર રહી. તો કોલકાતામાં પેટ્રોલ ૭૨.૨૮ તો ડીઝલ ૬૬.૪૦ રહ્યું. ચેન્નાઈમાં પેટ્રોલ ૭૨.૮૨ તો ડીઝલ ૬૮.૨૬ પ્રતિ લીટર જાવા મળ્યું.
આંતરરાષ્ટ્રીય સ્તર પર કાચા તેલની કિંમતોમાં ઘટાડો જાવા મળ્યો. તો સાઉદી અરબની તરફથી આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે બજારમાં માંગને લઈને કાચા તેલનો પુરવઠો જાળવવામાં આવશે. જા જરૂરિયાત વધશે તો તેલની આપૂર્તિ માટે સખત પગલાં ઉઠાવવામાં આવશે. જેને કારણે ક્રુ઼ડ ઓઈલ સસ્તુ થયું છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



