જાગે સરકાર…આવી રીતે ભણશે ગુજરાત..!!
વલસાડ,તા.૧૫
આપણે સામાન્ય રીતે જાયું હશે કે શાળાએ જતા બાળકોનો નિત્યક્રમ શું હોય, માતાપિતા બાળકોને સવારે ઉઠાડે, તૈયાર થાય પછી એમની સ્કૂલની બસ, રીક્ષા કે વાન આવે તેમાં બેસીને શાળાએ પહોંચી જાય. પરંતુ વલસાડ જિલ્લામાં આવેલા કપરાડાનાં પીપરોણી ગામના વિદ્યાર્થીઓની વાત જ કંઇક અલગ છે.
આ ગામના વિદ્યાર્થીઓ જીવના જાખમે હોડીમાં બેસીને શાળામાં જવુ પડે છે. બાળકો પોતાની જાતે જ હોડી પણ ચલાવે છે. આ ગામને શાળાને જાડતો પાંચ કિમીનો રસ્તો બનાવેલો નથી. જેનો ભોગ આ બાળકોને બનવું પડે છે. આ વિદ્યાર્થીઓ સાથે વાત કરતા અમને જાણવા મળ્યું કે મોટા ધોરણોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ હોડી ચલાવે છે અને નાના બાળકોને શાળાએ લઇ જાય છે. આ બાળકોને વરસાદમાં ઘણી તકલીફ પડે છે અને તેમની હાજરી પણ તે દરમિયાન ઓછી થઇ જાય છે. આ ગામનાં બાળકોને જા ભણવુ હોય તો હોડી ચલાવવી ફરજિયાત થઇ ગઇ છે. ધોરણ એકથી આઠમાં અભ્યાસ કરતા ૪૦થી વધારે બાળકો માટે આ સ્થિતિ સાહજીક થઇ ચુકી છે. આ ૪૦ વિદ્યાર્થીઓમાં ૧૩ વિદ્યાર્થીઓ ઉપરાંત ૭ બાળકો તો હજી પહેલા ધોરણમાં છે. આ બાબતે અનેક વખત તંત્ર પાસે રજૂઆત કરવામાં આવી હોવા છતાય, તંત્રએ બાળકોની દરકાર લીધી નથી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




