ગરીબ બાળકના ઉછેર માટે પણ સહાય મળશે
વલસાડ, તા.૩૧
કુંટુબ વિહોણા બાળકો કે જેમને કાળજી અને રક્ષણની જરૂરીયાત છે. તેમજ કુંટુબમાં રહેતા બાળકોની કાળજી અને રક્ષણ આપવા માટે સક્ષમ ન હોય તેવા અનાથ અને ગરીબ બાળકોના નિભાવ માટે ખાસ પ્રકારના કાર્યક્રમો ચલાવવામાં આવે છે. ધારાધોરણ પૂર્ણ કરતા હોય તેવા પાલક સંભાળ કુંટુબ કે જૂથ પાલક સંભાળનો લાભ લેનાર લાભાર્થીને માસિક રૂ.૨૦૦૦/- ની સહાય મળવાપાત્ર છે. પાલક કુંટુબ કે કોઇ સ્વૈચ્છિક સંસ્થા જૂથ પાલક સંભાળની કામગીરી કરવામાં રસ ધરાવતા હોય તેઓને જિલ્લા બાળ સુરક્ષા એકમની રૂબરૂ મુલાકાત અથવા ટેલીફોન નં. ૦૨૬૩૨-૨૪૪૬૬૩ ઉપર સંપર્ક કરી દિન -૪૫ માં નિયત નમૂનામાં અરજી કરવાની રહેશે તેમ જિલ્લા બાળ સુરક્ષા અધિકારી, જિલ્લા બાળ સુરક્ષા એકમ વલસાડ દ્વારા જણાવાયું છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



