જુગારીઓ પાસેથી ૧.૭૦ લાખની મતા કબજે
સુરત, તા.૩૧
ઉધના, ડીંડોલી અને અમરોલી પોલીસે ૨૦ જુગારીની ધરપકડ કરી રોકડ સહિત રૂ. ૧.૭૦ લાખથી વધુની મતા કબજે કરી હતી.
ઉધના પોલીસે ભાઠેના સત્યનગર સોસાયટી પ્લોટ નં. ૨૧/૧૫૪ શ્રી કરણી મોટર્સ નામની ઓફિસમાં દરોડા પાડી જુગાર રમતા મનિષ સુરેશચંદ્ર જૈન મોહન એકનાથ પાટીલ, સંજય ભંવરલાલ બડોલા, રાકેશ વાસુદેવ પરિયાની ધરપકડ કરી ત્રણ મોબાઈલ ફોન, રોકડા મળી રૂપિયા ૭૪,૯૦૦ની મતા કબજે કરી હતી.
ડીંડોલી પોલીસે મોર્યાનગર ખાડી કિનારે બદામના ઝાડ નીચે જુગાર રમતા રાકેશ મોહન પટેલ, મુકેશ રાજુ જગદેવ, રાકેશ વિજય ડાબેરાવ રાજીવ કાશીનાથની ધરપકડ કરી રોકડા રૂ. ૨૬,૬૦૦ કબજે કર્યા હતા.
અમરોલી પોલીસે માનસરોવર સર્કલ ગોલાઈ કોમ્પલેક્ષ ઘર નં. ૩૦૧માં દરોડા પાડી જુગાર રમતા મુકીમ અલી શેખે મનોજ ચૌહાણ, રાજુ દેસાઈ, નટુ કાનજી, પુનમ મંગળ, રાજેન્દ્રસિંગ ચૌહાણ, હરસુખ ફૂલેગા, મંગલસિંહ રાઠોડ, વસીર જમીર શેખ, રમેશ ધામેલિયા, વિઠ્ઠલ ચોવટિયા, કૈલાશ પાલની ધરપકડ કરી પ્લાસ્ટિકના ૧૩૨ કોઈન, બે મોબાઈલ ફોન, રોકડા મળી કુલ્લે રૂ. ૬૯,૦૯૦ની મતા કબજે કરી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




