વલસાડની ૪૦ સ્વૈચ્છીક સંસ્થાઓ દ્વારા ‘બેટી પઢાઓ, બેટી બચાવો’ ઝુંબેશ

0
9

શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા પ્રભાવક જનજાગૃતિ રેલી
વલસાડ, તા.૪
વલસાડ ગાયનેકોલોજીસ્ટ અને ઓ બ્સ્ટેટ્રિશિયન એસોસિએશન દ્વારા બેટી બચાવોï બેટીï પઢાઓ અભિયાન બાબતે જન જાગૃતિ લાવવાના શુભ આશયથી વલસાડના બાઈ આવાંબાઈ હાઈસ્કુલના મેદાન ખાતેથી જનજાગૃતિ રેલી કાઢવામાં આવી હતી. રેલીનું પ્રસ્થાન વલસાડ કલેક્ટર સી.આર. ખરસાણે લીલીઝંડી આપી કરાવ્યું હતું. આ રેલીમાં વિવિધ શાળાઓ, કોલેજના વિદ્યાર્થીઅો, સામાજીક સ્વૈચ્છિક સંસ્થાઅોï તેમજ વિવિધ સમાજના અંદાજીત ત્રણ હજારથી વધુ લોકોએ રેલીમાં સમાજમાં દિકરીઅોના જન્મદરમાં ઘટાડો, દિકરીઓ- દિકરાઓ વચ્ચેનો ભેદભાવ અને ભૃણ હત્યા રોકવાïના બેનરો પોસ્ટરો સાથે ઉત્સાહભરે ભાગ લીધો હતો.
આ રેલી વલસાડ શહેરના બાઈ આવાં બાઈ હાઈસ્કુલના મેદાનથી નીકળી શહેરના ગૌરવપથ, આઝાદ ચોક, રામરોટી ચોકથી વલસાડ ગ્રામ્ય પોલિસ સ્ટેશન પાસેથી પસાર થઈ પરત મેદાને આવી પહોîચી હતી. મેદાનમાં યોજાયેલા કાર્યક્રમ દરમિયાન બેટી બચાવો બેટી પઢાઓ બાબતે તમામે શપથ ગ્રહણ કર્યા હતા.
ફ્રેડરેશન ઓફ ગાયનેકોલોજીસ્ટ સોસાયટી અોફ ઈન્ડિયા (ફોગસી) ના નેજા હેઠળ સમસ્ત રાષ્ટ્ર ભરમાં ૧૧૬થી વધુ જિલ્લા મુખ્ય મથકોએ બેટી બચાવોï, બેટી પઢાઓ બાબતે જનજાગૃતિ લાવવના શુભ આશય સાથે રેલી કાઢવાના નિર્ણય અન્વયે વલસાડ ગાયનેકોલોજીસ્ટ અને ઓબ્સ્ટેટ્રિશિયન દ્વારા સંસ્થાના પ્રમુખ ડો. પરસી ખરાસ અને સેક્રેટરી ડૉ. યોગિની રોલેકરની આગેવાની હેઠળ જનજાગૃતિ રેલી યોજાઇ હતી.
બાઈ આવાંબાઈ હાઈસ્કુલની વિદ્યાર્થીની દ્વારા બેટી બચાવો થીમ પર ગીત રજૂ કરાયું હતું. તેમજ આર.એમ.વી.એમ શાળાની વિદ્યાર્થીનીઅો દ્વારા સ્ત્રી સ્વરૂપે સમાજમાં વિવિધ ક્ષેત્રોમાં કાર્યરત મહિલાઓ અંગેની ઝલક રજૂ કરી ઉપસ્થિત સર્વેને મંત્રમુગ્ધ કરી દીધા હતા.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડૉ. સંજીવ દેસાઈએ કયુ* હતું. કાર્યક્રમને સફળ બનાવવા વલસાડ ગાયનેકોલોજીસ્ટ અને ઓબ્સ્ટેટ્રિશિયન એસોસિએશનïના પ્રમુખ ડો. પરસી ખરાસ અને સેક્રેટરી, ડો. યોગિની બેન રોલેકર ભારે જહેમત ઉઠાવી હતી.
કાર્યક્રમમાં વલસાડ નગપાલિકા પ્રમુખ પંકજભાઈ આહીર, વલસાડ નગરપાલિકા શાસકપક્ષના નેતા સોનલબેન સોલંકી, વલસાડ મેડીકલ કૉલેજના ડીન ડૉ. જી.આર. પટેલ, વલસાડ મીડિયા એશોસિએશના પ્રમુખï દિવ્યેશ પાંડે સહિત મોટી સંખ્યામા મેડીકલ રીપ્રેઝન્ટેટીવ હાજર રહ્ના હતા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY