ઓહ બાપ રે…૮૩૬ રૂપિયાના કેસને ઉકેલવા માટે કોર્ટે ૩૭ વર્ષ લીધા…!!

0
171

ન્યુ દિલ્હી,તા.૧૬
કોર્ટનાં કામકાજથી લગભગ આજનો દરેક વ્યક્તિ જાણ હશે જ. સાંભળો એક અજીબ જ સૂનાનણીનો કિસ્સો. ડીલારી સહકારી સમિતિએ ખેડૂતોના નામ પર ગેરકાયદેસર રીતે ૮૩૬ રૂપિયાના કેસમાં અદાલત દ્વારા જારી કરવામાં આવેલા નિર્ણયમાં સાડા ૩૭ વર્ષ પછી તત્કાલિન સચિવને ૨ વર્ષ કેદની સજા આપવામાં આવી. અપર મુખ્ય ન્યાયિક મેજિસ્ટ્રેટ આઝાદ સિંહની અદાલતે સોમવારે આ કેસમાં સમિતિના સેવાનિવૃત્ત સચિવ પર બે હજાર રૂ.નો દંડ પણ કરવામાં આવ્યો.
આયોજલ અધિકારી સહલા શમીએ જણાવ્યું હતું કે ૨૬ મી માર્ચ, ૧૯૮૧નાં રોજ સુખ્ખા સિંહે ડીલારી થાણામાં ૪૧૬, ૪૨૦ અને ૪૬૮ કલમ વિરુદ્ધ સહકારી સમિતિના ડિરેક્ટર રામપ્રસાદ સેનીની સામે ફરિયાદ દર્જ કરી હતી. જેમાં સુક્ખા સિંહે આરોપ લગાવ્યો હતો કે બનાવટી ફોટો અને બનાવટી અંગૂઠા બનાવીને સહકારી સમિતિમમાં છે એવું કહી ૮૩૬ રૂપિયાનું ઋણ લીધું છે, જા કે તે કયારેય સભ્યના સહકારી સમિતિમાં હતાં નહીં
સહકારી સમિતિના અધિકારીઓ અને કર્મચારીઓ તેને દબાણ કરે છે કે તે દેવું ચૂકવે અન્યથા તેની સામે પગલાં લેવાશે. સુક્ખા સિંહએ કેસમાં જણાવ્યું કે તે આ કેસની ફરિયાદ સહકારી સમિતિના સચિવ અને સહાયક વિકાસ અધિકારી સામે પણ કરી ચૂક્્યાં છે, પરંતુ તેને કોઈ સુનાવણી નથી કરી. પોલીસ દ્વારા કેસની તપાસ કરવામાં આવે છે પછી સચિવ રામ પ્રસાદ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરવામાં આવશે.
આ કેસની સુનાવણી અપર મુખ્ય ન્યાયિક મેજિસ્ટ્રેટ (ગુનાહિત શાખા) આઝાદ સિંહની અદાલતમાં થઈ. અદાલતે બંને પક્ષોને સાંભળ્યા પછી સોમવારે આ કેસમાં સુનાવણી આપી. અદાલત દ્વારા દોષિતને બે વર્ષની જેલ અને અઢી હજાર રૂપિયાનો દંડ કર્યો.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY