વલસાડ,તા.૯
વલસાડ થોડો સમય બાદ વિશ્ર્વ સમક્ષ ફરી એકવાર ચમકવા જઇ રહ્યુ છે. વલસાડમાં સૌથી મોટુ પારદનું શિવલીંગ બનવા જઇ રહ્યુ છે. જે પારદ મહાલિંગમના નામથી ઓળખાશે. યજ્ઞ મુર્તી દાદાશ્રી અને ધ્યાનમુર્તી પુજય ગુરૂશ્રીએ વલસાડમાં વિશ્ર્વનું સૌથી મોટુ પારદ મહાલિંગમ બનાવવાનું કાર્ય શરૂ કર્યુ છે. ચોથી માર્ચ, ૨૦૧૯ના રોજ. મહાશિવરાત્રીના પાવન પર્વના દિવસે. પારદ મહાલિંગમની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવશે.
ચિંતા, તણાવ, અસાધ્ય રોગો સહિતની કેટલીય મુશ્કેલીઓનું નિવારણ ધ્યાન કરવાથી મળતુ હોવાનો નિષ્ણાંતોનો મત છે. અને તેમાં પણ જા પારદના શિવલીંગ સામે ધ્યાન કરવામાં આવે તો માનસિક અને શારીરિક રૂપે તેમાં અનેક ગણો ફાયદો થાય છે. અને પારદ શિવલીંગથી થતા ફાયદાઓનો ઉલ્લેખ પુરાણોમાં પણ જાવા મળે છે. તેથી આવા મહાન કાર્યને પૂર્ણ કરવાનું બીડું ઝડપ્યુ છે દાદા અને ગુરુએ.
દિવ્યભુમી વલસાડ બનશે ધ્યાનભુમી, કારણ કે અહીં બનવા જઇ રહ્યુ છે વિશ્ર્વનું સૌથી મોટું પારદનું શિવલિંગ. ૩૩૩૩ કિલો પારદમાંથી તૈયાર થશે પારદ મહાલિંગમ. સમગ્ર વિશ્ર્વભરમાંથી ધ્યાન કરનારા વ્યકિતઓ પોતાની ઉર્જા શકિતમાં વધારો કરવા, અને તમામ દોષમાંથી મુકિત મેળવવા માટે ધ્યાનભૂમિ વલસાડ આવશે. માર્ચ ૨૦૧૯માં આ પારદ મહાલિંગમની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



