માહિતી બ્યુરોઃ વલસાડઃ તા.૨૪: વલસાડ જિલ્લા પ્રભારી અને રાજય આરોગ્યમંત્રીશ્રી કિશોરભાઇ કાનાણીએ વલસાડ જિલ્લાના ધરમપુર અને કપરાડા તાલુકાના લોકોના પ્રશ્નોના નિરાકરણ માટે પાનસ સર્કિટ હાઉસ ખાતે બેઠક યોજી હતી.
બંને તાલુકાના લોકપ્રશ્નોની સમીક્ષા અર્થે અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે યોજાયેલી બેઠકમાં રાજય આરોગ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, રાજય સરકારનો મુખ્ય આશય અધિકારીઓ-પદાધિકારીઓ સાથે સંકલન સાધીને લોકોની સમસ્યાઓનો ઉકેલ લાવવાનો છે. પ્રશ્નોના નિરાકરણ માટે આ પ્રયાસ છે. રાજય સરકાર પ્રજાના પ્રશ્નોના નિરાકરણ માટે સંવેદનશીલ છે. તેમણે અધિકારીઓને ઝડપભેર પ્રશ્નોનો ઉકેલ લાવવા અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે ધરમપુરના ધારાસભ્યશ્રી અરવિંદભાઇ પટેલે જર્જરીત શાળાઓના રીપેરીંગ, નદીઓ ઉપર નવા નાળા અને પુલોનું બાંધકામ, રસ્તાની મરામત, ધરમપુર તાલુકાના બીપીએલ ધારકોને વીજ કેનકશન આપવા, વિવિધ સ્થળોને પ્રવાસન ધામ તરીકે વિકસાવવા સહિતના પ્રશ્નો રજુ કર્યા હતા.
આ પ્રસંગે હનમતમાળ ખાતે હાટબજારનું બાંધકામ, ૬૬ કે.વી સબ સ્ટેશન, રસ્તાઓનું નવીનીકરણ જેવા પ્રશ્નો રજુ થયા હતા.
જિલ્લા કલેકટર શ્રી સી.આર. ખરસાણે ધરમપુર અને કપરાડાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ચોવીસ કલાક કાર્યરત રહે તેવું આયોજન કરવા સાથે રજુ થયેલા પ્રશ્નોનું હકારત્મક રીતે નિરાકરણ કરવા જણાવ્યું હતું.
આ બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી મણીલાલ પટેલ સહિત જિલ્લાના અધિકારી/પદાધિકારીઓ હાજર રહયા હતા.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"




