ટ્રાફિક પોલીસ ના કારલોક ને ટાયર બદલી ભાગી જતા ચાલક સામે કારલોક ચોરી નો ગુન્હો નોંધાયો!!

0
181

સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગત મુજબ સુરત શહેર ટ્રાફિક પોલીસ રિજીયન-૩માં ફરજ બજાવતા મહેન્દ્રભાઇ બાબલાભાઇ ગામીતે બુધવારે સાંજે  ઉધના  એસટી બસ ડેપો થી  એ.પી. માર્કેટ ઉધના વચ્ચે સોમનાથ  ટી સેન્ટરની સામે જાહેર રોડ ઉપર ટ્રાફિકને અડચણરૃપ સફેદ રંગની શેવરોલેટ ક્રુઝ કાર (નં. જીજે-૦૫-સીપી- ૭૩૭૦)ને લૉક માર્યું હતું. જો કે, લૉક મારી અડધો કલાક બાદ ટ્રાફિક પોલીસ સ્થળ ઉપર પહોંચી ત્યારે કારચાલક લૉક મારેલું ટાયર બદલી લૉક લઇ ફરાર થઇ ગયો હતો.

આ અંગે મહેન્દ્રભાઇએ કારચાલક વિરૃદ્ધ ઉધના પોલીસ મથકમાં લોક ચોરીની ફરિયાદ નોંધાવતા પીએસઆઇ એચ.કે. દરજીએ કારના રજીસ્ટ્રેશન નંબરના આધારે કારચાલકને ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY