મારુતિએ તાત્કાલીક અસરથી ભાવમાં રૂ.૬,૧૦૦ સુધી વધારો કર્યો

0
20

ન્યુ દિલ્હી,તા.૧૭
મારુતિ સુઝુકીએ કોમોડિટી અને ડિસ્ટ્રીબ્યુશન ખર્ચમાં થયેલો વધારો આંશિક રીતે હળવો કરવા તથા ફોરેન એકસ્ચેન્જ રેટ્‌સની ગંભીર અસરને ખાળવા માટે ગુરૂવારે તેનાં વાહનોના ભાવમાં તાત્કાલીક અસરથી રૂ.૬,૧૦૦ સુધીનો વધારો કર્યો હતો. આ વધારો વિવિધ મોડેલ પ્રમાણે અલગ અલગ છે. કંપની એન્ટ્રી-લેવલની અલ્ટો ૮૦૦થી લઈને મધ્યમ કદની સેડાન સિઆઝ સહિતની કારનું વેચાણ કરે છે. મારુતિએ ભાવ વધાર્યા તેની પહેલાં અલ્ટો ૮૦૦નો ભાવ રૂ.૨.૫૧ લાખ અને સિઆઝનો ભાવ રૂ.૧૧.૫૧ લાખ હતો. અગાઉ મારુતિના સિયિર એક્ઝિકયુટિવ ડિરેકટર (માર્કેટિંગ એન્ડ સેલ્સ) આર.એસ. કલસીએ કહ્યું હતું કે, કોમોડિટીના ભાવમાં થઈ રેહલી વૃધ્ધિ પર કંપનીની ચાંપતી નજર છે. આ સિવાય ફોરેન એકસ્ચેન્જ રેટની કંપની પર ગંભીર અવળી અસર પડી છે તેમજ ફયુઅલના ભાવ પણ વધી રહ્યા છે. કાચા માલના વધતા ખર્ચને કારણે ટાટા મોટર્સ, એમ એન્ડ એમ, હોન્ડા કાર્સ ઈન્ડિયા જેવી કંપનીઓ પણ ચાલુ મહિને ભાવમાં વધારો કરવાની જાહેરાત કરી ચૂકી છે. આની પહેલા એપ્રિલમાં લકઝરી કાર કંપની ઓડી, જેએલઆર અને મસિર્ડિઝ બેન્ઝ કસ્ટમ્સ ડળ્ુટીમાં થયેલા વધારાને કારણે ભાવમાં રૂ.૧ લાખથી રૂ.૧૦ લાખનો વધારો કર્યો હતો.

(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY