વલસાડ, તા.૧૯
સ્પોર્ટસ હોસ્ટેલ પોરબંદર ખાતે ૨૦૧૮-૧૯ના વર્ષમાં ખેલાડીઓને પ્રવેશ આપવા અંગે જિલ્લા કક્ષાની કસોટી તા.૨૨/૨/૧૯ના રોજ સવારે ૮-૩૦ કલાકે ગ્રીન ગાર્ડન, અગાસી માતાના મંદિર પાસે, ચીખલા, છરવાડા, તા.વલસાડ ખાતે યોજાશે. આ કસોટીઓમાં તા.૩૧/૧૨/૧૮ની સ્થિથિએ ૧૦ થી ૧૫ વર્ષની વયમર્યાદા ધરાવતા ખેલાડીઓ ભાગ લઇ શકશે. જિલ્લા કક્ષાએ ઉત્તીર્ણ થનાર ખેલાડીઓ રાજ્યકક્ષાની ક્રિકેટ કૌશલ્યની કસોટીમાં ભાગ લેવાનું રહેશે. આ અંગે વધુ જાણકારી માટે કચેરીના ફોન નંબર ૦૨૬૩૨-૨૫૪૬૦૫ ઉપર સંપર્ક સાધવા જણાવાયું છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





