ભેસ્તાનની શાળામાં શહીદ વીર જવાનો માટે શોકસભા યોજાઈ

0
9

મોટી સંખ્યામાં વિદ્યાર્થી-વાલીઓ જોડાયા
સુરત, તા.૧૯
પુલવામાં ખાતે સી.આર.પી.એફ.ના જવાનો પરના ત્રાસવાદના હિચકારા હુમલામાં શહીદ થયેલા સી.આર.પી.એફ.ના જવાનોની સહાનુભૂતિમાં ભાગ્યોદય તેમજ સર્વોદય વિદ્યાલય દ્વારા આયોજિત વિશાળ શોકસભામાં વિદ્યાર્થીઓ તેમજ વાલીઓએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી. સભાએ સર્વાનુમતે આ હિચકારા હુમલાને વખોડી કાઢ્યો હતો અને સરકારને હુમલાખોરોને સખ્ત નશ્યત મળે અને ફરી ભવિષ્યમાં આવા ત્રાસવાદી દ્વારા હુમલા ન થાય તે અંગે યોગ્ય આયોજન કરવા અંગેનો સર્વાનુમતે ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. જેની કોપી માનનીય વડાપ્રધાન, ત્રણે લશ્કરી પાંખોના સેનાધિપતિઓને અને ગુજરાતના મુખ્યમંત્રીને મોકલી આપવામાં આવી હતી.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY