વલસાડઃ બુલેટ ટ્રેનના જોઈન્ટ મેજરમેન્ટ સર્વેના વિરોધથી કામગીરી અટકાઈ

0
360

સુરતઃ વલસાડના વાઘલધારા પાસે બુલેટ ટ્રેન પ્રોજેકટને લઈને જોઈન્ટ મેજરમેન્ટ સર્વેની માપણીનો વિરોધ કરવા ખેડૂતો ભેગા થઈ ગયાં હતાં. જેતી માપણી અટકાવવામાં આવી હતી. ઘટનાને પગલે પોલીસ કાફલો ઘટના સ્થળે ખડકી દેવામાં આવ્યો હતો.

નોટિસ આપ્યા બાદ વધશે આગળ કામગીરી

વલસાડના વાઘલધારા નજીકથી બુલેટ ટ્રેન અંતર્ગત જોઈન્ટ મેજરમેન્ટ સર્વેની કામગીરી કરવામાં આવતા ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો હતો. મોટી સંખ્યામાં ખેડૂતો સ્થળ પર ભેગા થતા પોલીસ કાફલો ઘટના સ્થળ પર ખડકી દેવામાં આવ્યો હતો. ખેડૂતો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, જે એજન્સી દ્વારા આ કામગીરી કરવામાં આવી રહી છે તેઓના નામ-ઠામની કોઈ જાણકારી નથી અને હાલ જે આ સર્વે ચાલી રહ્યો છે જેમાં ખેડૂતોને નોટિસ આપવામાં આવતી હોય છે. જે નોટિસ હજી પણ આપવામાં આવી નથી..જેને લઈને આ વિરોધ કરવામાં આવી રહ્યો હતો. ખેડૂતોના વિરોધને પગલે સર્વેની તમામ કામગીરી અટકવાઈ હતી અને નોટિસ પાઠવ્યા બાદ આ કામગીરી શરૂ કરવામાં આવશે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY