માનસિક અસ્થિર તરૂણી પર અજાણ્યા શખ્સે દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી

0
9

વાંકાનેર,તા.૨
વાંકાનેરના પીપરડી ગામમાં રહેતી એક માનસિક અસ્થિર તરૂણી પર દુષ્કર્મ ગુજરાતા ગર્ભ રાખી દીધો છે. આ તરૂણીને ઉલ્ટી અને પેટનો દુખાવો થતા સારવાર માટે હોસ્પિટલે લઈ જવામાં આવી હતી. જ્યાં તેમના પ્રેગ્નન્સીના ટેસ્ટ કરતા તે પોઝિટીવ આવતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. આ તરૂણીને રાજકોટની જનાના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે અને સમગ્ર બનાવની વાંકાનેર પોલીસને જાણ થતા પોલીસે તપાસ હાથ ધરી છે.
પીપરડી ગામમાં રહેતા પરિવારની એક આશરે ૧૪ વર્ષની માનસિક અસ્થિર તરૂણીને ઉલ્ટી થતી હતી અને પેટમાં દુખાવો ઉપડતા તેમને દવાખાને લઈ જવામાં આવી હતી. જ્યાં તરુણીને જોતાં તબીબોને પ્રેગ્નન્સીની શંકા ઉપજી હતી અને પ્રેગ્નન્સી ટેસ્ટ કરતા તે પોઝિટીવ આવ્યો હતો આ ઘટનાને પગલે પરિવારજનો ચોંકી ઉઠ્યા હતા અને મામલો દુષ્કર્મ હોવાથી તુરંત જ વાંકાનેર પોલીસને જાણ કરવામાં આવી હતી હાલમાં તરૂણીના પેટમાં ત્રણ માસનો ગર્ભ હોવાનું જાણવા મળ્યું છે.
વતી

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY