બાંગ્લાદેશી ઘુસણખોરોને નકલી આધારકાર્ડ-પાસપોર્ટ બનાવી આપતા બેની ધરપકડ

0
8

વાપી,તા.૧૮
એસઓજી(સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ)એ વાપીમાંથી બાંગ્લાદેશી ઘુસણખોરોને નકલી પાનકાર્ડ, આધારકાર્ડ, પાસપોર્ટ બનાવવામાં મદદ કરનારા બે શખ્સોની ધરપકડ કરી છે. રફીક મહમ્મદ મુલતાની(વાપી) અને કુલદીપ દુબે(વાપી)ની અટકાયત કરી તેમની પાસેથી કોમ્પ્યુટર,લેપટોપ, પ્રિન્ટર, લખાણ વિનાના ૧૫૦ નંગ આધારકાર્ડ તથા અલગ-અલગ કંપનીના નકલી લેટરપેડ કબજે કર્યા હતા.
ચાર મહિનાથી કામગીરી કરતો આરોપી કુલદીપ દુબે આધારકાર્ડની એજન્સી ધરાવે છે. તે સરનામાં બદલી આપતો હતો. જ્યારે રફીક કુલદીપ પાસે ગ્રાહક લઈ જતો હતો. જે આધારકાર્ડમાં ગુજરાત બહારનું એડ્રેસ હતું તેમાં ગુજરાતનું નાખી દેતા હતા. અન્ય લોકોના નામના બેન્ક સ્ટેટમેન્ટ મેળવી અને નામ બદલી તેના પરથી એડ્રેસ બદલતા હતા. અગાઉ પકડાયેલ અલ અમીન નામનો આરોપી રફીક પાસે આખું કૌભાંડ કરાવતા હતા. એક વખત આધાર કાર્ડમાં નામ બદલવાના ૭૦૦ કે ૮૦૦૦ રૂપિયા લેતા હતા. ૧૫૦ કોરા આધારકાર્ડ અને પીએનબી તથા આઈસીઆઈસીઆઈ બેન્કના સ્ટેટમેન્ટ મળી આવ્યા હતા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY