વાપીમાં કચરો સળગાવતાં લાગી આગ, ચાર કાર બળીને થઈ ખાક

0
79

સુરત,
તા.૧૮/૪/૨૦૧૮

હાઈ વે પર ચાર કાર આગની ઝપેટમાં આવી જતાં પોણા કલાક ટ્રાફિક જામ

વાપીમાં હાઇવે પર બુધવારે બપોરે અચાનક કચરો સળગાવતા વખતે આગ લાગી હતી. આગમાં ચાર જેટલી કાર લપેટમાં આવી ગઈ હતી. જેના કારણે આગે વિશાળ સ્વરૂપ પકડ્યું હતું. ફાયર વિભાગની ટીમે આગને કાબુમાં લેવાના પ્રયાસો કર્યા હતા પોણો કલાકની ભારે જહેમત બાદ કાબૂ મેળવ્યો હતો.

વાપી હાઈ વે પર બુધવારે બપોરે કચરો સળગાવતી વખતે ભીષણ આગ લાગી હતી. આગ ઝડપથી ગેરેજના આગળના ભાગમાં પાર્ક કરેલી કારમાં પ્રસરી હતી. અને એક પછી એક એમ ચાર જેટલી કારમાં આગ લાગી હતી. જાકે આ ઘટનામાં કોઈ મોટી જાનહાની થઈ નથી. પરંતુ હાઈ વે પર ભારે ટ્રાફિક જામની સ્થિતિ ઉદભવી હતી. જે આગ કાબુમાં આવ્યા બાદ ટ્રાફિક પૂર્વવ્રત બન્યો હતો.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY