સુરત, તા.૬
ન.પ્રા.શિક્ષણ સમિતિ સંચાલિત કવિ સુંદરમ શાળા ક્રમાંક ૨૪ ડાહ્નાપાર્ક, વરાછા રોડ, સુરતના ઉ.શિ. ઉપેન્દ્રભાઈ ચૌહાણ (દિગસ, ભરૂચ) ૩૬ વર્ષની સુદીર્ધ સેવા પછી નિવૃત્ત થતાં વિદાય સન્માન સમારોહ તા.૩૦-૧૦-૨૦૧૮ના રોજ અસ્મિતાબેન શિરોયા (માજી મેયર)ના પ્રમુખપદે, ડૉ. પ્રફુલ્લભાઈ શિરોયાના અતિથિ વિશેષ પદે યોજાયો હતો. આચાર્ય નરેન્દ્રભાઈ પટેલે ઉપેન્દ્રભાઈને સ્મૃતિભેટ, પુષ્પગુચ્છ આપ્યા હતા. આચાર્ય મનીષભાઈ ભરોડીયા, ન.પ્રા.શિક્ષક સંઘ, ટીચર્સ સોસાયટીના પ્રમુખ રમેશભાઈ પી. પરમારે એમનો મિલનસાર સ્વભાવ અને બાળકોને હોંશે હોંશે ભણાવવાની પદ્ધતિને બિરદાવી નિરામય દીર્ધજીવનની શુભેચ્છા પાઠવી હતી. કૈલાસબેન ભાલ્યા અને મંજુલાબેન દુધાત કોર્પોરેટરો હાજર રહ્ના હતા. આ પ્રસંગે માતૃ ધનુબેન રામજીભાઈ ચૌહાણનું બહુમાન થયું હતું. ઉદ્ઘોષક તરીકે રાઘવભાઈ ડાભીએ અને સન્માન બદલ ઉપેન્દ્રભાઈએ શાળા પરિવારનો આભાર માન્યો હતો. આ પ્રસંગે અગ્રણી નગીનભાઈ, મંજુલાબેન અંકલેશ્વર, અશ્વિનભાઈ, કમળાબેન, નરેશભાઈ, ઉર્મિલાબેન, કનુભાઈ રાણા, ડા÷. આશિષ અને ડૉ.ચૈતાલી રાણા વડોદરા, નરેન્દ્રભાઈ સોલંકી અને જયાબેન ગોહિલ ઉ.શિ. હીરલ, જાગૃતિ તથા હસુમતી ગોહિલે હાજર રહી સન્માન કર્યુ હતું.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



