વેતન વગર સ્કૂલમાં માનદ શિક્ષક તરીકે સેવા કરનાર ચંદ્રકાંત કંથારીયાનું સન્માન રાષ્ટ્રીય શિક્ષક સન્માન માટે કંથારીયાની પસંદગી

0
17

સુરત, તા.૬
સુરત મોટીવેડ અત્રેની શ્રી રમણલાલ નાગરજી મહેતા ન.પ્રા.શા. ક્રમાંક ૧૮૬નાં એસએમસીના અધ્યક્ષ તથા છેલ્લા છ વર્ષથી સતત શાળામાં કોઈપણ વેતન વગર માનદ શિક્ષક તરીકે નિયમિત સેવા બજાવનાર અને શ્રી સુરત જિલ્લા માહ્નાવંશી વેલ્ફેર એન્ડ એજ્યુકેશન કમિટીના ઉપપ્રમુખ ચંદ્રકાંતભાઈ કંથારિયાનું આગામી તા.૨૭મી જાન્યુઆરી ૨૦૧૯ના રોજ કોઠીરોડ, ઉજ્જૈન મુકામે રાષ્ટ્રીય અધ્યક્ષ સંજીવકુમાર પંજાબીના વડપણ હેઠળ વિદ્યાર્થી વિકાસ મંચ દ્વારા દેશના વિવિધ રાજ્યોના આચાર્યો તથા શિક્ષકો સહિત ચંદ્રકાંતભાઈ કંથારિયાનું રાષ્ટ્રીય શિક્ષક સન્માન કરવામાં આવનાર છે.
શ્રી ચંદ્રકાંતભાઈ કંથારિયા અત્રેની લાલગેટ વિસ્તારની યુનિયન શાળાના રિટાયર્ડ શિક્ષક છે તેઅો શિક્ષક સંઘના પ્રમુખ તરીકે પંદર વર્ષ તથા ગુજરાત રાજ્ય શિક્ષક સંઘ મહામંડળના પણ વિવિધ હોદ્દાઅો ઉપર સેવા આપી ચૂક્યા છે. તેમણે તેમની માતૃ સંસ્થા મોટીવેડની શાળામાં જ અભ્યાસની શરૂઆત કરી હતી અને જીવનનો લગભગ અંતિમ અભ્યાસ પણ શાળામાં માનદ તરીકે સેવા બજાવતાં બજાવતાં અત્રેની વી.ટી. ચોકસી લો કોલેજમાં મોર્નિંગમાં વિદ્યાર્થી તરીકે રેગ્યુલર અભ્યાસ કરીને જૂન ૨૦૧૭માં એડવોકેટ બન્યા છે, તેઅો એક નિષ્ઠાવાન સામાજિક કાર્યકર છે.
તેમણે તેમની માતૃ સંસ્થામાં વાલી મંડળમાં છેલ્લા ચાલીસ વર્ષ કરતાં પણ વધુ વર્ષોથી વિવિધ હોદ્દા પર રહી સેવા બજાવી છે. તેમણે વર્ષો સુધી આ શાળામાં બાળકોને ખૂબ જ નજીવા દરે તેમના અને ગ્રામજનોના સહયોગથી પ્રવાસ કરાવનાર ચંદ્રકાંતભાઈ કંથારિયાના રાષ્ટ્રીય શિક્ષક સન્માન પ્રસંગે ખૂબ ખૂબ અભિનંદન.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY