અપના દળે પીએમ મોદીની વારાણસી બેઠક પર દાવો ઠોક્યો

0
7

અનુપ્રિયા પટેલે વડાપ્રધાન મોદીની રેલીનો બહિષ્કાર કર્યો
વારાણસી,તા.૨૯
પાંચ રાજ્યોના વિધાનસભાની ચૂંટણીના પરિણામો બાદ સહયોગી ક્ષત્રપો ભારતીય જનતા પાર્ટી પર ૨૦૧૯ને લઈને દબાણ ઉભું કરી રહ્યાં છે. જેડીયુ, એલજેપી બાદ હવે ઉત્તર પ્રદેશમાં નાના પક્ષ એવા અપના દળે બગાવતી સૂર ફૂંક્યા છે.
અપના દળે ઉત્તર પ્રદેશના ગાઝીપુરમાં આયોજીત વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રેલીમાંથી અળગા રહેવાની સાથો સાથે પીએમ મોદીની વારાણસી લોકસભા બેઠક પર પણ દાવેદારી કરી છે.
ભાજપ શાસિત ઉત્તર પ્રદેશ સરકારમાં જ કેબિનેટ મંત્રી અને ભારતીય સમાજ પાર્ટીના અધ્યક્ષ ઓમપ્રકાશ રાજભરે ગાઝીપુરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રેલીનો બહિષ્કાર કર્યો છે. ત્યારે હવે ભાજપના વધુ એક સહયોગી દળે ભાજપની મુશ્કેલીમાં વધારો કર્યો છે. અપના દળની નેતા અને મોદી સરકારમાં કેન્દ્રીય મંત્રી અનુપ્રિયા પટેલે ઉત્તર પ્રદેશ સરકારને લઈએને પોતાની નારાજગી વ્યક્ત કરી વડાપ્રધાનના કાર્યક્રમનો બહિષ્કાર કર્યો છે.
ગાઝીપુર ઉપરાંત વારાણસીમાં અનુંપ્રિયા પટેલની પાર્ટીએ પણ હવે મોદી સરકાર વિરૂદ્ધ વિદ્રોહ કરવાનો પ્લાન બનાવ્યો છે. ભાજપનો વિરોધ કરી રહેલા અપના દળે ગઈ કાલે શુક્રવારે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંસદીય ક્ષેત્ર વારાણસી બેઠક પર પોતાની દાવેદારી કરી છે. આ ઉપરાંત અપના દળે ભાજપ પાસેથી અન્ય ૯ બેઠકો પણ માંગી છે. આ મામલે વાત કરતા અપના દળ (એસ)ના અધ્યક્ષ આશીષ સિંહ પટેલે કહ્યું હતું કે, પાર્ટીએ ૨૦૧૪ બાદ ખુબ જ પ્રગતિ કરી છે. અમે આ વખતે વધારે બેઠકો પર ચૂંટણી લડવા માંગીએ છીએ. અમે પહેલાથી જ ૧૦ લોકસભા બેઠકો પર ચૂંટણી લડવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે, જેમાં વારાણસીની બેઠક પણ શામેલ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY