પટના,તા.૨૯
બિહારના માનપુર જંક્શન પર સિયાલદહ રાજધાની ટ્રેન પર પથ્થરમારો થયો છે. અજાણ્યા લોકો દ્વારા સિયાલદહ રાજધાની પરના ઘણાં કોચો પર પથ્થરમારો કરવામાં આવ્યો છે. પથ્થરમારાથી ઘણા કોચની બારીઓને નુકસાન પહોંચ્યું છે. આ પથ્થરમારામાં છ લોકો ઈજાગ્રસ્ત થયા છે. બાદમાં ગયા જંક્શન પર ટ્રેનને રોકીને ક્ષતિગ્રસ્ત બારીઓને બદલવામાં આવી છે.
આ ટ્રેન સિયાલદહથી નવી દિલ્હી જઈ રહી હતી. ટ્રેન પોતાના યોગ્ય સમય પર ચાલી રહી હતી. તે વખતે માનપુર જંક્શન ખાતે ટ્રેન પર પથ્થરમારો થયો હતો. જા કે આની પાછળના કારણનો હાલ ખુલાસો થયો નથી. પથ્થરમારાને કારણે સુરક્ષા માટે ટ્રેનને આગામી ગયા જંક્શન ખાતે જ રોકવામાં આવી હતી. અહીં ટ્રેનની તૂટેલી બારીઓને બદલવામાં આવી હતી. અહીં ઈજાગ્રસ્ત પ્રવાસીઓને પ્રાથમિક ઉપચાર પણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યો હતો. બાદમાં ટ્રેનેને થોડાક સમયમાં રવાના કરવામાં આવી હતી.
(જી.એન.એસ)
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




