ગાંધીનગર,તા.૧૭
રાજ્યમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. અત્યાર સુધીમાં વરસાદમાં કુલ ૨૯ લોકોના મોત થયા છે, જ્યારે ૧૨૪ પશુઓના મોત થયા છે. હવામાન ખાતા દ્વારા હજુ પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.હાલ ગીર-સોમનાથ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, રાજકોટ, વલસાડ, ડાંગ અને નવસારીમાં પણ વરસાદ ચાલુ છે. ભારે વરસાદના કારણે એનડીઆરએફની વધુ ૫ ટીમ ગુજરાતમાં ખસેડવામાં આવી છે. જેને જરૂરીયાત અનુસાર વિવિધ વિસ્તારોમાં મોકલવામાં આવશે.
હાલ ગીર-સોમનાથ અને ઉનામાં એનડીઆરએફની ૩ ટીમો તૈનાત કરવામાં આવી છે. ભાવનગર, તાપી, વલસાડ, સુરતમાં ૧-૧ ટીમ જ્યારે બનાસકાંઠા, રાજકોટ, મહિસાગરમાં ૧-૧ ટીમ અને નવસારી, ગોધરા, અરવલ્લી, અમરેલીમાં ૧-૧ ટીમ તૈનાત કરવામાં આવી છે. તો એનડીઆરએફની વડોદરામાં ૩ અને ગાંધીનગરમાં ૨ ટીમ તૈનાત કરવામાં આવી છે.
રાજ્યભરમાં કુલ ૧૭૩ રોડ રસ્તાઓ બંધ થયા છે જ્યારે ૩ નેશનલ હાઈવે, ૪ સ્ટેટ હાઈવે બંધ કરાયા છે અને ૧૫૬ પંચાયતના રોડ અને અન્ય ૮ રોડ રસ્તા બંધ કરવામાં આવ્યા છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"



