મુંબઈના શો રૂમમાં ૧.૩૨ કરોડની ચોરી કરનાર ૩ ચોર સુરતથી ઝડપાયા

0
12

સુરત,તા.૧૭
મુંબઈમાં ઈલેક્ટ્રોનિક્સના શો રૂમના ગોડાઉનમાં ચોરી કરવા માટે કર્મચારીએ તેના બે મિત્રોને ફલાઈટમાં દિલ્હીથી મુંબઈ બોલાવી ચોરીના આગલા દિવસે ગોડાઉનમાં પ્રવેશ કરાવી રાત્રીના સમયે ત્રણેય મળીને ૧.૩૨ કરોડની ઈલેકટ્રોનિકસ આઈટમોની ચોરી કરી ફરાર થયા હતા. કર્મચારીનો પગાર ન વધારતા આર્થિક સંકડામણને કારણે કરોડોની ચોરી કરી હોવાની કબુલાત કરી છે.
ત્રણેય ચોરો ચોરી કરીને મુંબઈથી સુરત આવ્યા હોવાનું જાણવા મળતાં ત્યાંની પોલીસે સુરત ક્રાઈમબ્રાંચનો સંપર્ક કરીને સોમવારે સાંજે રેલવે સ્ટેશનની સબરસ હોટેલમાંથી ડબોચી લીધા હતા. ત્રણેય પાસેથી અલગ અલગ કંપનીના મોબાઈલ ફોન-૨૨૬, લેપટોપ-૯, પેનડ્રાઈવ-૪૦, મેમરી કાર્ડ-૨૪, કેમેરો-૧ અને ઈયર ફોન-૪ મળીને રૂ.૮૬.૬૧ લાખથી વધુનો મુદામાલ કબજે કર્યા છે.
વધુમાં ક્રાઈમબ્રાંચના સ્ટાફે જણાવ્યું કે, મુખ્ય આરોપી રાહુલ સુબેદ્રસિંહ શાક્ય આ શો રૂમના વેરહાઉસમાં આઈટી ટીમમાં નોકરી કરતો હતો અને તે બીએસસી આઈટી ભણેલો છે. તેના બે મિત્રો ઉત્તરપ્રદેશમાં રહે છે. તેને ફોન કરીને રાહુલએ બોલાવ્યા હતા. રાહુલે ફલાઈટની ટિકિટ દિલ્હીથી મુંબઈથી બુકિંગ કરાવી ૧૩મી તારીખે બોલાવી લીધા હતા.
ગોડાઉનમાં થયેલી કરોડોની ચોરીમાં મુંબઈ કલ્યાણના પડઘા પોલીસ સ્ટેશનમાં રાહુલ અને તેના સાગરિતો સામે ગુનો નોંધાયો હતો. સીસીટીવી કેમેરામાં રાહુલ દેખાયો હતો. જેના આધારે પોલીસે રેલવે સ્ટેશનના કેમેરાની મુમેન્ટ તેમજ ટેકનીકલ સર્વલન્સના આધારે ત્રણેય સુરતમાં હોવાની જાણકારી મળી હતી. જેના આધારે મુંબઈ પોલીસે ક્રાઈમબ્રાંચની મદદ લઈને ગુનો ઉકેલી નાખ્યો હતો.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY