વર્માનો જવાબ લીક થતાં નારાજ સીજેઆઈએ કહ્યું : તમે કોઈ પણ સુનાવણીને લાયક નથી

0
5
સીબીઆઈ વિવાદ : વધુ સુનાવણી ૨૯ નવેમ્બરે હાથ ધરાશે
ન્યુ દિલ્હી,તા.૨૦
સીબીઆઈ વિરુદ્ધ સીબીઆઈના સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલા કાયદાકીય જંગમાં ફોર્સ લીવ પર ઉતારવામાં આવેલા સીબીઆઈના નિદેશક આલોક વર્માનો જવાબ લીક થવા મામલે કોર્ટે આકરી નારાજગી વ્યક્ત કરી છે. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ રંજન ગોગોઈએ કહ્યું હતુ કે સીલબંધ કવરનો રિપોર્ટ કેવી રીતે લીક થયો? આલોક વર્માનો સીલબંધ જવાબનો રિપોર્ટ મીડિયામાં કેવી રીતે લીક થયો? આકરી નારાજગી વ્યક્ત કરતા સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ રંજન ગોગોઈએ કહ્યું હતુ કે લાગે છે કે તમે કોઈ સુનાવણીને લાયક નથી. તેની સાથે જ સુપ્રીમ કોર્ટે આલોક વર્માની ફોર્સ લીવ પર ઉતારવાના નિર્ણય સામે કરવામા આવેલી અરજી પરની સુનાવણી ૨૯ નવેમ્બર સુધી ટાળી દીધી છે.
આજે કોર્ટમાં સુનાવણી શરૂ થતાં જ ચીફ જસ્ટિસે આલોક વર્માના વકીલ ફલી નરીમનને અમુક દસ્તાવેજા આવ્યા અને તેમને વકીલ તરીકે તે વાંચવાનું કહ્યું છે. કોર્ટે ફલી નરીમનને પૂછ્યું કે, જે વાતો આલોક વર્માના જવાબમાં છે તે વાતો બહાર કેવી રીતે ગઈ. આ વિશે ફલી નરીમને કોર્ટને જણાવ્યું કે, તેમને પોતાને આ માહિતી મીડિયા પાસેથી મળી છે.
હકીકતમાં સોમવારે આ કેસ સાથે જાડાયેલા સીબીઆઈના ડીઆઈજી મનીષ કુમાર સિન્હાએ સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ સાથે એક અરજી દાખલ કરી હતી. તેમાં તેમણે એનએસએ અને સીવીસીમાં પણ રાકેશ અસ્થાના વિરુદ્ધ ચાલતી તપાસમાં દખલગીરી થતો હોવાનો આરોપ લગાવ્યો હતો. સિન્હાની એફિડેવિટમાં અમુક એવી વાતો પણ સામે આવી છે જે આલોક વર્માના સીલબંધ કવરની છે. આવી જ અમુક વાતો મીડિયા રિપોટ્‌ર્સમાં પણ સામે આવી છે. આજની સુનાવણી દરમિયાન કોર્ટે આ વિશે વાંધો દર્શાવ્યો છે.
નોંધનીય છે કે, સીબીઆઈના ડિરેક્ટર રાકેશ અસ્થાના અને આલોક વર્મા વચ્ચે આરોપ-પ્રત્યારોપ પછી બંને અગ્રણી અધિકારીઓને રજા ઉપર મોકલી દેવામાં આવ્યા હતા. ત્યારપછી સીવીસીએ કોર્ટને તપાસ રિપોર્ટ મોકલ્યો હતો. સોમવારે વર્માએ સીવીસીના રિપોર્ટ સામે જવાબ દાખલ કર્યો હતો.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY