વર્સોવ,તા.૨૨
પોલેંડમાં એક મહિલાએ એકસાથે ૬ જુડવા બાળકોને જન્મ આપ્યો. માનવામાં આવે છે કે આ દેશમાં પહેલી ઘટના છે કે કોઈ મહિલાએ એકસાથે ૬ બાળકોને જન્મ આપ્યો હોય. આ બાળકોનો જન્મ ઉત્તર પોલેંડમાં થયો છે અને સીજેરિયનની રીતે થયો છે. ૬માંથી ૪ છોકરીઓ અને ૨ છોકરાઓ છે. ડિલેવરી કરનાર ડોક્ટર મારિયાનું કહેવું છે કે ગર્ભનાં ૨૯માં અઠવાડિયે આ બધા બાળકોનો જન્મ થયો છે. બધાનું વજન ૮૯૦ ગ્રામથી લઈને ૧.૩ કિલો સુધીનું છે.
મારિયાનું કહેવું છે કે બધા બાળકો સ્વસ્થ છે પરંતુ આગળના વિકાસ માટે એને ઈંકિયુંબેટર પર રાખવામાં આવ્યાં છે. પહેલા એવી આશા હતી કે પાંચ બાળકોનો જન્મ થશે. હોસ્પિટલનાં મુખ્ય ડોક્ટર લૌટરબાખે કહ્યું કે પોલેંડમાં આ પહેલી ઘટનાં છે કે એકસાથે ૬ જુડવા બાળકોએ જન્મ લીધો હોય. આખી દુનિયામાં આ એક અનોખી ઘટનાં છે.
અને હા, આ વાત પર તો આખો પોલેંડ દેશ ખુશખુશાલ છે. દેશનાં રાષ્ટપતિએ પણ ટિવટ કરીને બાળકોનાં માતા-પિતા અને ડાક્ટરોને શુભકામના પાઠવી છે. જો કે આ એકાઉન્ટ સતાવાર નથી. પરંતુ ૧૦ લાખથી વધારે ફોલોવર છે. ઉલ્લેખનીય છે કે આ જ હોસ્પિટલમાં ૨૦૦૮ની સાલમાં એક મહિલાએ એકસાથે ૫ બાળકોને જન્મ આપ્યો હતો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




