સ્ટીયરીંગ પરથી કાબૂ ગુમાવતા કાર પલટાઈ, બેનાં મોત

0
4

બોટાદ,તા.૨૨
રાજ્યમાં અનેક અકસ્માતોની ઘટનાઓ બનતી હોય છે, ત્યારે તેમાં વધારો કરતો એક અકસ્માત બોટાદના ઢસાના માંડવા પાસે બન્યો હતો. આ ઘટનામાં ઢસાના માંડવા પાસે કાર ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા ગમખ્વાર અકસ્માત નડ્યો હતો. આ ઘટનામાં બે લોકોના મોત અને અન્ય ત્રણ લોકોને ગંભીર ઇજા પહોંચતા તેમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, બોટાદના ઢસાના માંડવા પાસે આવેલા રેલવે પુલ પાસે કાર અકસ્માત સર્જાયો હતો. કારચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતાં કાર ઉંધે માથે થઇ ગઇ હતી, અને ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.ઘટનાને પગલે સ્થાનિક લોકોના ટોળા ઉમટ્યા હતા અને તાત્કાલિક ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી.
આ ગમખ્વાર અકસ્માતના પગલે પોલીસ અને ૧૦૮ની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને ઇજાગ્રસ્તોને સારવાર માટે ભાવનગર ખસેડવામાં આવ્યા છે. આ ઘટનામાં કારમાં ૫ લોકો સવાર હતા, જેમાંથી બે લોકોના મોત નિપજ્યા હતા, જ્યારે અન્ય ત્રણ લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY