બાંગ્લાદેશે એક અઠવાડિયા સુધી પાકિસ્તાન નાગરિકોને વિઝા આપવાનુ બંધ કર્યુ

0
23

ન્યુ દિલ્હી,તા.૨૨
પાકિસ્તાન અને બાંગ્લાદેશની વચ્ચે હાલિયા કૂટનીતિક વિવાદ પછી પણ ઈસ્લામાબાદ રહેલુ બાંગ્લાદેશ હાઈ કમિશને એક અઠવાડિયા માટે પાકિસ્તાની નાગરિકોને વીજા આપવાનુ રોકિ દીધુ છે. એક બાંગ્લાદેશી અધીકારીએ આ જાણકારી આપી હતી.
બાંગ્લાદેશે ૧૯૭૧ના મુકિત સંગ્રામના કેટલાંક અપરાધીઓને ફાંસી આપવાનો ૨૦૧૩માં નિર્ણય લેવામાં આવ્યો હતો. ત્યાર પછી બંને દેશો વચ્ચે સંબંધો ખરાબ થયા હતા. બાંગ્લાદેશી વિદેશ મંત્રાલયના એક અધીકારીએ કહ્યું કે તમે આને પાકિસ્તાની તરફના વિરોધનો સંકેત કહી શકાય છે.
આ બાબતે બ્રહ્મા ચેલાણીએ જણાવ્યું કે પાકિસ્તાન અને બાંગ્લાદેશની વચ્ચે દ્વિપક્ષીય સંબંધોમાં તિરાડ આવી ગઈ છે. તેમણે ટિવટમાં લખ્યું કે બાંગ્લાદેશ પાકિસ્તાન પર પોતાની જમીન પર આતંકવાદના પોષણનો આરોપ લગાવતુ રહ્યું છે. બંને દેશોના સંબંધો એટલા ખરાબ થઈ ગયા છે કે બાંગ્લાદેશે ૨૦૧૮થી પાકિસ્તાનના નવા હાઈ કમિશન પર મંજુરી આપી નથી. હવે બાંગ્લાદેશે પાકિસ્તાનીઓના વીજા રોકી દીધા હતા.
એક અધિકારીએ જણાવ્યું કે વીજા આપનાર બાંગ્લાદેશી અધિકારી ડિપ્લોમેટીક પાકિસ્તાનીઓના આવેદનને આગળ મોકલવાથી બચી રહ્યા છે કારણકે પાકિસ્તાની અધિકારીઓએ તેમના વીજાનો સમયગાળો વધારવાની અરજીને આગળ વધારવાને છેલ્લા ચાર મહિનાથી અટકાવી રાખી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY