રાજકોટના ભાજપના MLA અરવિંદ રૈયાણાનો ભાઈ સુરેશ ગોરધન રૈયાણીને કચરો ફેંકવાની નાની બાબતમાં કરેલાં ગોળીબારમાં બચાવી લેવા માટે આખરે તખ્તો ગોઠવાઈ ગયો છે. કચરો કેમ ફેંકો છો એવું કહીને ત્રણ રાઉન્ડ ગોળીબાર ધારાસભ્યના ભાઈએ કર્યાં હોવાથી તે 14મી ફેબ્રુઆરીથી આજ સુધી ભાગતો ફરતો હતો. 50 દિવસથી ભાગતા ફરતાં ભાજપના ધારાસભ્ય અરવિંદ રૈયાણીનો ભાઈ ગુજરાત વિધાનસભાનું સત્ર પૂરું થતાં જ પોલીસના હાથે પકડાઈ ગયો હોવાનું ચિત્ર ઊભું કરાયું છે.
અત્યાર સુધી એવું પોલીસ કહેતી હતી કે તેના ભાઈએ રિવોલ્વરમાંથી ત્રણ ફાયરીંગ કર્યા હતા. ફરિયાદી પણ સમાધાન કરવા તૈયાર થઈ ગયા હતા. એકાએક એવું જાહેર કરાયું છે કે, ફાયરીંગ રૈયાણાની રિવોલ્વરમાંથી થયું હતું પણ તે ધારાસભ્યના ભાઈએ નહીં પણ તેની સાથે રહેલાં ભૂપતે કર્યું હતું. આમ હવે ફાયરીંગનો ગુનો ધારાસભ્યના ભાઈ પર નહીં પણ તેની સાથે રહેલાં ભૂપત પર નોંધાયો છે. આમ ફાયરીંગ માંથી ભાજપના ધારાસભ્યના ભાઈને બહાર કાઢી લેવાયો છે.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"