વાશિંગ્ટન,તા.૯
પંજાબ નેશનલ બેન્કને કરોડોનું ફૂલેકું કરી ફરાર મામા-ભાણિયાની એક પછી એક કરતૂત પરથી પડદો ઉઠી રહ્યો છે. હજુ તો આજે સવારે ભાગેડુ નીરવ મોદી લંડનમાં બિંદાસ્ત ફરતો દેખાયો છે. ત્યારે અમેરિકાના એક તપાસ રિપોર્ટમાં મામા મેહુલ ચોકસીની કરતૂતનો પર્દાફાશ થયો છે. ભાગેડુ હીરા વેપારી મેહુલ ચોકસીની કંપની અસલી હીરાની જગ્યાએ લેબમાં બનેલા હીરા વેચતી હતી. અમેરિકાની દીવાલિયા કોર્ટે ચોક્સીની અમેરિકા સ્થિત કંપની સેમુઅલ જ્વેલર્સ ઇનકોર્પોરેશને ગ્રાહકોને લેબમાં બનેલા હીરો વેચ્યા છે જ્યારે તેમણે સર્ટિફિકેટ કુદરતી પથ્થરવાળા આપ્યા છે.
રિપોર્ટ પ્રમાણે આ તપાસમાં જાણવા મળ્યું હતું કે, ચોક્સી બ્રિટિશ વર્જિન આયર્લેન્ડમાં સ્થિત કંપનીની એક પ્રયોગશાળામાં ગુપ્ત રીતે આ હીરા બનાવતી હતી. ફોરેન્સિક રિપોર્ટમાં એ પણ કહેવામાં આવ્યું છે કે ગીતાજંલી જેમ્સ લિમિટેડના માલિકી હક ધરાવતી સેમુઅલ જ્વેલર્સને પંજાબ નેશનલ બેન્કે ગીતાંજલી દ્વારા વચનપત્રના આધાર ઉપર બે કરોડ ડોલરની લોન આપી હતી.
આ પૈસા ચોકસી દ્વારા નિયંત્રિત સેમુઅલ્સ જ્વેલર્સ અને કંપનીઓની વચ્ચે એક શૈમ રોયલટી સમજૂતી દ્વારા મળ્યા હતા. જેમાં કેટલીક કંપનીઓ મિડલ ઇસ્ટની પણ સામેલ હતી. પંરતુ માત્ર કાગળિયા પર જ. રિપોર્ટના મતે ચોકસીના દીકરા રેહાન અને તેના ભાણિયા નેહલ મોદીને સેમુઅલ જ્વેલર્સમાં નેતૃત્વનો રોલ હતો. નીરવ મોદી પર પીએનબીના નકલી એલઓયુ દ્વારા અંદાજે ૧૫૬૦૦ કરોડ રૂપિયાની લેવડદેવડનો આરોપ છે.
નીરવના ભાઇ નેહલ મોદીનું નામ બેન્કિંગ કૌભાંડમાં સીબીઆઈ અને ઇડીએ ચાર્જશીટમાં સામેલ કર્યું છે. ચોકસી અને નીરવ મોદી બંને જાન્યુઆરી મહિનાના પહેલાં સપ્તાહમાં ભારત છોડી જતા રહ્યા હતા. ત્યારબાદ પંજાબ નેશનલ બેન્કનો ગોટાળો સામે આવ્યો. તપાસ રિપોર્ટમાં સામે આવ્યું છે કે ફેબ્રુઆરી ૨૦૧૮માં પીએનબી કૌભાંડ સામે આવ્યા બાદ ચોકસી એ પોતાના સહયોગીઓ જેમા નેહલ મોદી પણ સામેલ છે તેની સાથે ન્યૂયોર્ક સિટીની હોટલમાં મુલાકાત કરી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




