મુંબઈ,તા.૯
ટોચના ફિલ્મ સર્જક કરણ જોહરની ધડક ફિલ્મ કર્યા બાદ જાન્હવીને ઢગલાબંધ ફિલ્મોની આૅફર્સ મળી હતી પરંતુ એણે એવી કેટલીક આૅફર્સ નકારી કાઢી હતી જેમાં ડબલ રોલ ધરાવતી એક ફિલ્મની પણ આૅફર હતી.
માત્ર બે દિવસ પહેલાં પોતાનો બર્થ ડે ઊજવનારી જાન્હવીની સમકાલીન અભિનેત્રીઓ સારા અલી ખાન અને ચંકી પાંડેની પુત્રી અનન્યા પાંડે ધડાધડ ફિલ્મો સ્વીકારતી થઇ ગઇ છે ત્યારે જાન્હવીને એવી કોઇ ઉતાવળ હોય એવું લાગતું નથી.
જાન્હવીએ કહ્યું કે મને કેટલીક સારી ફિલ્મોની આૅફર્સ મળી હતી એ વાત સાચી છે. ડબલ રોલ ધરાવતી ફિલ્મની આૅફર પણ મળી હતી. પરંતુ મને સંખ્યાબંધ ફિલ્મો કરવાની કોઇ ઉતાવળ નથી. ધડક હિટ નીવડી એટલે મને આૅફર્સ આવતી થઇ હતી.
દર્શકો અને સમીક્ષકો મારા અભિનય સાથે મમ્મીની ચાલબાજની તુલના કરે એ મને સ્વીકાર્ય નથી એટલ મેં ડબલ રોલની ફિલ્મ નકારી કાઢી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




