વાશિંગ્ટન,તા.૯
ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS)થી પહેલીવાર બે મહિલા એસ્ટ્રોનોટ્સ સ્પેસ વાક કરશે. આ સ્પેસ વાક ૨૯ માર્ચના રોજ થશે. નાસાએ પણ આ વાતની પુષ્ટિ કરી છે.
જે બે એસ્ટ્રોનોટ્સને સ્પેસ વાકમાં ભાગ લેવાનો છે, તેમાંથી એક એન મેક્કલેન (૫૯) અને ક્રિસ્ટિના કોશ છે. આ બંનેને ગાઇડન્સ અને સપોર્ટ કેનેડા સ્પેસ એજન્સીની ફ્લાઇટ કંટ્રોલર ક્રિસ્ટન ફેસિઓલ આપશે. ક્રિસ્ટિન ટૂંક સમયમાં જ નાસાના હ્યૂસ્ટન સ્થિત જ્હોનસન સ્પેસ સેન્ટર જાઇન કરશે. હાલમાં જ ક્રિસ્ટનએ ટ્વીટ કરી હતી કે, પહેલીવાર બે મહિલાઓ સ્પેસ વાક કરવાની છે, તેઓને સપોર્ટ કરવાની જવાબદારી મને સોંપવામાં આવી છે. હું મારી ખુશી છૂપાવી નથી શકતી.
નાસાની પ્રવક્તા સ્ટીફની શીયરહોલ્જે જણાવ્યું કે, અત્યાર સુધીના શિડ્યૂલ અનુસાર, ૨૯ માર્ચના સ્પેસ વાક કરવામાં આવશે. આવું પહેલીવાર છે કે, સ્પેસવાકમાં તમામ મહિલા એસ્ટ્રોનોટ્સ હશે. એન ૨૨ માર્ચના નિક હેગની સાથે એક સ્પેસ વાકમાં ભાગ લેશે. મહિલા સ્પેસ વાકર્સ સિવાય લીડ ફ્લાઇટ ડાયરેક્ટર મેરી લોરેન્સ અને જેકી કેગી ફ્લાઇટ કંટ્રોલર હશે.
નાસા અનુસાર, મેક્કલેન અને કોશની સ્પેસ વાક ૭ કલાકની હશે. બંને ૨૦૧૩ના એસ્ટ્રોનોટ ક્લાસનો હિસ્સો હતી જેમાં મહિલાઓની સંખ્યા અડધાથી વધુ હતી. આ દરમિયાન નાસાને એસ્ટ્રોનોટ્સ માટે બીજીવાર સૌથી વધુ આવેદન (૬૧૦૦) મળ્યા હતા. નાસામાં ૫૦ ટાક ફ્લાઇટ ડાયરેક્ટર્સ મહિલાઓ છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



