વાશિંગ્ટન,તા.૨૩
એક અમેરિકન મા-બાપે શુક્રવારે પોતાના જ બાળકોનું ઉત્પીડન કરવું અને તેમની સાથે અન્ય પ્રકારની નિર્દયતાભર્યો વ્યહાર કરવાના આરોપનો સ્વીકાર કરી લીધો છે. આ લોકોએ પોતાના ૧૩ બાળકોમાંથી કેટલાકને પલંગ સાથે સાંકળ સાથે બાંધીને રાખ્યા હતા અને તેમને જમવાનું પણ આપતા ન હતાં.
અમેરિકામાં આ મામલામને હાઉસ ઓફ હોરર્સ એટલે કે, ‘ડરામણું ઘર’નું નામ આપવામાં આવી રહ્યું છે. ડેવિડ અને લુઇસ ટર્પિનએ રિવરસાઇડ કાઉન્ટી સુ્પ્રીમકોર્ટમાં પોતાની ભૂલનો સ્વીકાર કરી લીધો છે. આ બંન્નેને જાન્યુઆરી ૨૦૧૮માં તે સમયે તેમની ધરપકડ કરવામાં આવી જ્યારે દક્ષિણી લોસ એન્જેલસના પેર્રિસ વિસ્તારમાં બનેલા ઘરમાં ૧૭ વર્ષીય દીકરી કોઇ રીતે ત્યાંથી ભાગવામાં સફળ રહી. તેને બાદમાં ફોન કરીને પોલીસને પોતાની વ્યથા સંભળાવી.
ધરપકડ સમયે દંપતિના બાળકોની ઉંમર ૨ વર્ષથી લઇ ૨૯ વર્ષ વચ્ચેની હતી. આ બાળકો ખુબ જ ઓછો વજન ધરાવતા હતાં અને મહિનાઓથી ન્હાયા પણ ન હતાં. માત્ર આટલું જ નહી તેમનું ઘર માનવ મળથી ભરેલ હતું. તપાસકર્તાઓએ જણાવ્યું કે, આ બાળકો સાથે મારજુડ કરવામાં આવતી હતી અને પિંજરાઓમાં બંધ કરીને રાખવામાં આવતા હતાં. દક્ષિણ કેલિફોર્નિયા જિલ્લા અટા્ર્ની આ મામલાની સૂનાવણી કરી રહ્યું છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



