માઇક્રોસોફ્ટના કો-ફાઉન્ડર બિલગેટ્‌સની નેટવર્થ ૨૦ વર્ષ બાદ ૧૦૦ અબજ ડોલર થઇ

0
4

વાશિંગ્ટન,તા.૨૦
માઈક્રોસોફટના કો-ફાઉન્ડર બિલ ગેટ્‌સ (૬૩)ની નેટવર્થ ૨૦ વર્ષ બાદ ફરીથી ૧૦૦ અબજ ડોલર(૬.૯૦ લાખ કરોડ રૂપિયા) થઈ ગઈ છે. અગાઉ ૧૯૯૯માં ગેટ્‌સ આ મુકામ પર પહોંચ્યા હતા. આ ખાસ કલબમાં વિશ્વભરમાંથી ૨ લોકો(બિલ ગેટ્‌સ, જેફ બેજાસ) સામેલ છે. એવું પ્રથમ વાર બન્યું છે કે વિશ્વના અબજાપતિઓના લિસ્ટમાં એક સાથે બે સેંટીબિલેનિયર(૧૦૦ અબજ ડોલર નેટવર્થ વાળા) થઈ ગયા છે.
બ્લૂમબર્ગ બિલેનિયર ઈન્ડેક્સના જણાવ્યા પ્રમાણે એમેઝોનના ફાઉન્ડર અને સીઈઓ જેફ બેજાસ (૫૫)ની નેટવર્થ ૧૪૬ અબજ ડોલર(૧૦.૦૭ લાખ કરોડ રૂપિયા) છે. તે વિશ્વના સૌથી મોટા અમીર છે. ગેટ્‌સનો બીજા નંબર છે. બેજાસની નેટવર્થમાં આ વર્ષે ૨૦.૭ અબજ ડોલરનો વધારો થયો છે. આ દરમિયાન ગેટ્‌સની નેટવર્થ ૯.૫ અબજ ડોલર વધી છે.
બિલ ગેટ્‌સે ૧૯૯૯માં પ્રથમ વાર ૧૦૦ અબજ ડોલરની નેટવર્થ પ્રાપ્ત કરી હતી. તે સમયે બેજાસની નેટવર્થ માત્ર ૮.૯ અબજ ડોલર હતી. ગેટસે તેના એનજીઓ બિલ એન્ડ મિલિંડા ગેટ્‌સ દ્વારા અત્યાર સુધીમાં ૩૫ અબજ ડોલરથી વધુ દાનમાં આપી ચુકવ્યા છે. બીજી તરફ, બેજાસે ગત વર્ષે આ કામની શરૂઆત કરી છે. ૨૦૧૮માં તેણે ૨ અબજ ડોલરની રાશિ ડોનેટ કરી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY