લોંસ એંજલ્સ,તા.૧૨
હોલિવૂડની મોખરાની અભિનેત્રી જેનિફર એનિસ્ટને કહ્યું હતું કે હું ઘરમાં ટીવી જાતી હોઉં ત્યારે સંપૂર્ણપણે નગ્ન હોઉં છું. મને વસ્ત્રો પહેરીને ટીવી જાવાની મજા આવતી નથી એવું એક અહેવાલમાં જણાવાયું હતું.
ડેઇલી મેઇલ કો યુ કે ડાટ કોમના એક અહેવાલ મુજબ તાજેતરમાં હિટ ટીવી ચેટ શો એેલન ડિજનરેસ શોના બ‹નગ ક્વેશ્ચન્સમાં જેનિફરે હાજરી આપી હતી.
આ શોમાં ઇન્ટરવ્યૂ લેનાર અને આપનાર બંને સામસામે બેસે છે અને ઇન્ટરવ્યૂ આપનારી સેલેબ્રિટીને એલન જે સવાલ પૂછે એનો સાચ્ચો જવાબ આપીને સેલેબ્રિર્ટી તેમજ એલને એક મોટ્ટું લાલ બટન દબાવવાનું હોય છે.
તમે પૈસા કમાવા માટે સૌથી હલકું ગણાય એવું કયું કામ કર્યુ હતું ? એવા સવાલના જવાબમાં જેનિફરે કહ્યું કે હું નવમા ધોરણમાં ભણતી હતી ત્યારે મેં સલૂનમાં હેર કટિંગનું કામ કર્યું હતું. એ રીતે મેં ભણવાનો ખર્ચ ઉપાડયો હતો.
સ્નાન, સહશયન, સ્વીમીંગ ઇત્યાદિની સાથોસાથ તમે અન્ય કઇ પ્રવૃત્તિ નગ્નાવસ્થામાં કરો છો ? ત્યારે ૪૯ વર્ષની આ અભિનેત્રી જેનિફરે કહ્યું કે હું ટીવી જાતી હોઉં ત્યારે નગ્નાવસ્થામાં હોઉં છું. મને એ રીતેજ ટીવી પ્રોગ્રામ જાવામાં મોજ પડે છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






