વાશિંગ્ટન,તા.૨૩
અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્રના એક અધિકારીએ જણાવ્યું છે કે વેનેઝુએલા પરના નિયંત્રણોની બાબતમાં અમેરિકાને ભારત તરફથી સહકાર મળી રહ્યો છે અને ટ્રમ્પ વહીવટીતંત્રનું એવું માનવું છે કે ભારતની પ્રાઇવેટ કંપનીઓએ દક્ષિણ અમેરિકાના આ દેશ (વેનેઝુએલા) પાસેથી તેલની આયાત કરવાનું બંધ કરી દીધું છે.
વેનેઝુએલાના પ્રમુખ નિકોલસ મૅડુરોનું શાસન ઘરઆંગણાના તેમ જ આંતરરાષ્ટ્રીય સ્તરના ભારે દબાણ વચ્ચે સત્તા પર ટકી રહેવા સંઘર્ષ કરી રહ્યુ છે અને એવા સમયે અમેરિકાએ એના પર લાગુ કરેલા આર્થિક નિયંત્રણોને ટાંકણે અમેરિકી અધિકારીનું આ મહત્વપૂર્ણ નિવેદન આવ્યું છે. અમેરિકાના મતે મૅડુરો આપખુદલક્ષી શાસન ચલાવી રહ્યા છે. વેનેઝુએલાની ખનિજ તેલની નિકાસ પર લગામ તાણવા અમેરિકાએ એના પર નિયંત્રણો લાગુ કર્યા છે તેમ જ એ રીતે મૅડુરોએ સત્તા છોડવી પડે એ હેતુસરનું દબાણ તેમના પર કર્યું છે.
ભારત વિશ્ર્વમાં ખનિજ તેલનો વપરાશ કરતો ત્રીજા નંબરનો સૌથી મોટો દેશ છે અને ભારત માટે વેનેઝુએલા તેલનો પુરવઠો મોકલતું ત્રીજા નંબરનું રાષ્ટ્ર છે. ટ્રમ્પના વહીવટીતંત્રના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે ‘વેનેઝુએલાથી તેલ મગાવતી ભારતની પ્રાઇવેટ કંપનીઓ અમેરિકામાં પણ પ્રોજેક્ટો ધરાવે છે અને અમને ખાતરી છે કે તેઓ અમેરિકાએ લાગુ કરેલા નિયંત્રણોને નહીં અવગણે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



