દેશના પહેલા લોકપાલ તરીકે જસ્ટીસ પિનાકીચંદ્ર ઘોષે લીધા શપથ

0
7

ન્યુ દિલ્હી,તા.૨૩
સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ જસ્ટીસ પિનાકી ઘોષે દેશના પહેલા લોકપાલ તરીકે શપથ લીધા છે.જસ્ટિસ ઘોષને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દેશના પહેલા લોકપાલ તરીકે શપથ લેવડાવ્યા હતા.આ પ્રસંગે પીએમ મોદી પણ હાજર રહ્યા હતા.
જસ્ટિસ ઘોષ આંધ્રપ્રદેશ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ અને સુપ્રીમ કોર્ટના જજ પણ રહી ચુક્વ્યા છે.જસ્ટિસ ઘોષને લોકપાલ નિયુક્ત કરવાની સાથે સાથે ન્યાયિક સભ્યો તરીકે જસ્ટિસ દિલીપ ભોંસલે, જસ્ટીસ પ્રદીપ મોહંતી, જસ્ટિસ અભિલાષા કુમારી, જસ્ટિસ અજય ત્રિપાઠી પણ રહેશે.કમિટીના ચાર બીજા સભ્યોમાં દિનેશ જૈન, અર્ચના સુંદરમ, મહેન્દ્ર સિંહ, ડોક્ટર ઈન્દ્રજિત ગૌતમનો સમાવેશ થયો છે.
લોકપાલની સિલેક્ટ કમિટીમાં પીએમ, ચીફ જસ્ટિસ અથવા તેમના પ્રતિનિધિ, વિપક્ષના નેતા, અધ્યક્ષ અને એક જ્યુરિસ્ટ હોય છે.જોકે ખડગેએ કમિટીની બેઠકમાં ભાગ નહી લઈને સરકાર પર મનમાનીનો આરોપ મુકિયો હતો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY