એફ-૧૬ મામલે અમેરિકાના મેગેઝિને ફેરવી તોળ્યુંઃ અમારી પાસે કોઇ જ જાણકારી નથી

0
6

વાશિંગ્ટન,તા.૬
અમેરિકાએ પાકિસ્તાનના હ્લ-૧૬ વિમાનને લઈને ડિફેંસ મેગેઝિનના દાવાને ફગાવી દીધો છે. અમેરિકાના ડિફેંસ મેગેઝિને કહ્યું હતું કે, અમેરિકાના અધિકારીઓએ પાકિસ્તનના હ્લ-૧૬ વિમાનોની ગણતરી પુરી કરી લીધી છે. તમામ વિમાનો સંખ્યા પ્રમાણે જ છે. એક પણ વિમાન ઓછું નથી.
મેગેઝીનના આ દાવાનો અર્થ એ થતો હતો કે, ગત ૨૭મી ફેબ્રુઆરીએ એર સ્ટ્રાઈક બાદ ભારતમાં ઘુસી આવેલા પાકિસ્તાનના એફ-૧૬ વિમાનને ભારતે તોડી પાડ્યું નથી. આમ ભારતીય વાયુદળની કાર્યવાહી સામે જ સવાલ ઉભા થયા હતાં.
પરંતુ અમેરિકાએ મેગેઝીનના આ દાવાને ફગાવતા કહ્યું છે કે, આ પ્રકારની કોઈ તપાસ કરવામાં આવી હોય તેની કોઈ જ જાણકારી નથી જેમાં એ કહેવામાં આવ્યું હોય કે ૨૭ ફેબ્રુઆરીએ ભારતીય યુદ્ધ વિમાનો સાથેના ઘર્ષણમાં એફ-૧૬ વિમાન ગુમાવ્યું નથી.
અમેરિકાના રક્ષા વિભાગના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, વિભાગને એવી કોઈ જ તપાસની જાણકારી જ નથી. રક્ષા વિભાગે પોતે જ આ અહેવાલને લઈને અંતર જાળવ્યું છે. અમેરિકાની સરકારનું આ વલણ ભારત માટે એક કુટનૈતિક જીત ગણવામાં આવે છે. અમેરિકાના આ વલણથી એ વાતને પણ બળ મળે છે કે, ૨૭ ફેબ્રુઆરીએ ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનના યુદ્ધ વિમાનો વિરૂદ્ધ કાર્યવાહી કરી હતી અને તેના એક એફ-૧૬ યુદ્ધ વિમાનને તોડી પાડ્યું હતું. જ્યારે પાકિસ્તાનના ખોલલા દાવાનો અમેરિકાનો સણસણતો જવાબ માનવામાં આવે છે.
અમેરિકાના એક અગ્રણી મેગેઝિનમાં છપાયેલા રિપોર્ટ પ્રમાણે, અમેરિકાએ પાકિસ્તાનને જે એફ-૧૬ વિમાનો આપ્યા છે તેની સંખ્યા પૂરી છે. અમેરિકાએ ભારત વિરુદ્ધ લડાકૂ વિમાન એફ-૧૬ વાપરવાના મામલે પાકિસ્તાનને Âક્લન ચીટ આપી દીધી છે. અમેરિકન મેગેઝિનના દાવા બાદ ભારતે ફેબ્રુઆરીમાં પાકિસ્તાન પર લગાવેલા આરોપો ઉપર પણ સવાલ ઉઠ્યા છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY