ભારત સ્થિત મોટા ગુનાખોરી ગેંગો અમેરિકામાં વૃધ્ધોને નિશાન બનાવી રહ્યા છે

0
7

વાશિંગ્ટન,તા.૧૧
અમેરિકી એટર્ની જનરલ વિલિયમ બારે સાંસદોને જણાવ્યું હતું કે, ભારત સ્થિત મોટા ગુનાખોરી ગેંગો અમેરિકામાં વૃદ્ધોને નિશાન બનાવી રહ્યા છે અને તેમને પહોંચી વળવા તેમણે સ્ટ્રાઇક ફોર્સ બનાવી છે. તેમણે આ ગેંગોને કૌભાંડોનો સૂતેલો રાક્ષસ ગણાવી છે.
છેલ્લા કેટલાક વર્ષોછી આવક વેરો ભરવાનો બાકી છે, તેવા બહાના હેઠળ ધમકાવીને ફોની ટેક સપોર્ટ કૌભાંડ અને ઇન્ટરનલ રેવન્યૂ ર્સિવસ કોલના નામે વૃદ્ધો અને અન્યોને નિશાન બનાવતું મોટું કૌભાંડ ચાલી રહ્યું છે, જેમાં ઘણા ભારતીયો સામે કામ ચલાવાયા છે અને તેમને સજા પણ ફટકારી છે.
કોંગ્રેસ સમક્ષની સુનાવણી દરમિયાન બારે કહ્યું કે આ પ્રકારના કૌભાંડ અમેરિકામાં કેન્દ્રીત થઈને વધી રહ્યા છે. ખરેખર તો તે આંતરરાષ્ટ્રીય ક્રિમિનલ ગેંગ દ્વારા ચલાવાય છે, જેમાં ઘણા ભારતના છે.
દેશના ટોચના લો એન્ફોર્સમેન્ટ ઓફિસર એવા બારે જમાવ્યું હતું કે, તેઓ વૃદ્ધોને નિશાન બનાવતા કૌભાંડ ઉપર ખાસ ધ્યાન આપી રહ્યા છે. પ્રમુખ જ્યોર્જ એચ ડબ્લ્યૂ બુશના શાસન દરમિયાન એટર્ની જનરલ તરીકે પહેલી ટર્મ ભોગવનારા બારે હેલ્થ કેર કૌભાંડને મુખ્ય રાક્ષસ ગણાવ્યો હતો, જ્યારે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે કામ કરતા પોતાની બીજી ટર્મમાં તેમણે વૃદ્ધો સાથેના કૌભાંડોને એ શ્રેણીમાંમુકિયા છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY