કૂતરા સાથે પત્નિને સેક્સ કરવા મજબૂર કરનાર પતિને કોર્ટે ૧૦ વર્ષની સજા સંભળાવી

0
194

બેલાગાવી,તા.૧૧
કર્ણાટકના બેલાગાવીમાં પત્નીની સાથે અપ્રાકૃતિક સંબંધ બનાવવા, પોર્ન જાવા માટે મજબૂર કરવા અને કૂતરાના બચ્ચાની સાથે જબરદસ્તીથી સેક્સ કરાવવા માટે પત્નીને મજબૂર કરતો આરોપી પતિને સ્થાનિક કોર્ટે ૧૦ વર્ષની સજા સંભળાવી છે. જિલ્લા અને સેશન કોર્ટે આને જધન્ય ગુનો માની આરોપી પર ૧૧ હજાર રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે.
તમને જણાવી દઇએ કે, માર્ચ ૨૦૧૭માં પત્નીના આરોપ બાદ આરોપી પતિને પોલીસે ધરપકડ કરી લીધી હતી. પત્નીએ કતાકોલ પોલીસ સ્ટેશનમાં પોતાની ફરિયાદમાં પતિ પર આરોપ લગાવ્યા હતા કે, તેનો પતિ તેની સાથે અપ્રાકૃતિક સેક્સ સંબંધ જ નથી બનાવતો, પરંતુ કૂતરાના બચ્ચાની સાથે સેક્સ કરવા માટે દબાણ કરે છે.
મહિલાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, લગભગ ચાર મહિનાથી સંદીપ તેને રાત્રે મોબાઇલ પર સેક્સ વીડિયો દેખાડતો હતો. તે ઇચ્છતો હતો કે, પત્ની પણ તેવું કરે જેવું વીડિયોમાં જાવા મળી રહ્યું હતું. બાદમાં આ પાગલપનની હદ વટી ગઇ હતી, અને પત્નીને પોતાના કૂતરાના બચ્ચાની સાથે અપ્રાકૃતિક સેક્સ કરવા માટે મજબૂર કરવાનું શરૂ કરી દીધું હતું.
મહિલાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, ૨૨ માર્ચ ૨૦૧૭ની રાત્રે ૧૦.૩૦ વાગે તે ઘરમાં એક કૂતરાનું બચ્ચું લઇને આવ્યો. તે દરમિયાન મારા પતિએએ મને કહ્યું કે, જો હું કૂતરાની સાથે ઉંઘીશ તો જ ઘરમાં રહી શકશે. મેં ઘણી આનાકાની કરી હતી, પરંતુ તે માનતો નહોતો, અને બાળકો સહિત મને ઘરની બહાર કાઢી મૂકવાની ધમકી આપતો હતો. ત્યારબાદ મહિલાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી અને ૨૫ માર્ચ ૨૦૧૭ના રોજ તેની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ત્યારબાદ પોલીસે આરોપી પતિની ધરપકડ કરી લીધી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY