જનમોહન રેડ્ડી એનડીએ સાથે હાથ મિલાવશે તો આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી બની જશે

0
37

ન્યુ દિલ્હી,તા.૧૬
કેન્દ્રીય સામાજિક ન્યાય અને સશક્તિકરણ રાજ્ય મંત્રી રામદાસ અઠાવલે આઈએસઆર કોંગ્રેસના અધ્યક્ષ જગનમોહન રેડ્ડીને આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી બનાવવાની ઓફર આપી છે. મીડિયા રિપોર્ટ મુજબ રામદાસ અઠાવલેએ દાવો કર્યો છે કે, વાયએસઆર કોંગ્રેસના અધ્યક્ષ જગનમોહન રેડ્ડી એનડીએ સાથે હાથ મિલાવશે તો ૨૦૧૯ની ચૂંટણી પહેલા તેઓ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી બની જશે.
આમ કરવાથી એનડીએ આંધ્ર પ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાનું પણ વિચારી શકે છે. રામદાસ આઠવલેનું નિવેદન એવા સમયે સામે આવ્યુ છે જ્યારે વાયએસઆર ભાજપના સંપર્કમાં છે. અઠાવલેએ વધુમાં જણાવ્યુ કે, ટીડીપીએ એનડીએ સાથે છેડો ફાડ્યો તેનું સમર્થન ન કરી શકાય.
આ મામલે ચંદ્રાબાબુએ પુનર્વિચાર કરવો જાઈએ. ચંદ્રાબાબુએ એનડીએ સાથે છેડોફાડવાની ભૂલ ના કરી હોત તો આજે કેન્દ્ર સરકારે આંધ્ર પ્રદેશને વિશેષ રાજ્યનો આપવાનો વિચાર કર્યો હોત. જાકે, વાયએસઆર અંગે અંતિમ નિર્ણય ભાજપનું હાઈકમાન્ડ લેશે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY